હેપ્પી ડોક્ટર’s ડે?? – ડો. સ્પંદન ઠાકર.

ગુજરાત ભારત રાજનીતિ સમાચાર

આ વાક્ય ને જરા અલગ રીતે જોડો અને લખો કે હેપ્પી ડોક્ટર નો એક દિવસ તો વિચાર આવે કે ડૉક્ટર અને હેપ્પી.. હંમેશા સોગિયું મોહ હોય અથવા ભાગમભાગ કરતા હોય અથવા પરાણે ખોટું હાસ્ય આપી દે ,કેમ??
જોયા કોઈએ હેપ્પી ડોક્ટર?? દુર્લભ પ્રજાતિ છે હાલ ના સમય માં. છેલ્લે જ્યારે ૧૨ માં બોર્ડ માં સારા માર્ક્સ આવેલા અને મેડિકલ માં એડમીશન લીધું હતું ત્યારે ડોક્ટર હેપ્પી થયો હતો. તે બાદ માં મોટાં મસ પુસ્તકો ના ભારમાં, પરીક્ષાઓ ના બોજમાં, સતત ૧૨ વર્ષ અલગ અલગ એક્ઝામ અને ગ્રેજ્યુશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, સુપર સ્પેશિયલાઇઝેશન કરતા કરતા અડધા વાળ સફેદ થઈ જાય અને અડધા જતા રે.તોય નવું દવાખાનું લેવાનું, ઓપીડી ડેવલપ કરવાનું, જૂની લોન ભરવાનું તો ટેનશન અલગ થી ..
આ છતાં પેશન્ટ ગેરંટી માંગે અને હસતું મોં રાખી કેહવુ પડે કે કોઈ બાઇક ને ઠીક નથી કરવાનું પરંતુ જીવતા માણસ સાથે કામ કરવાનું છે .. ઓછો ટાઈમ અપો તો પેશન્ટ નારાજ , ત્યાં ટાઈમ વધે તો ઘરે થી ઠપકો.. આ બધી દોડધામ વચ્ચે હેપ્પી ડોક્ટર?? સાંભળવામાં અજીબ લાગે છે પણ આ સમાજ ને ધબકતું રાખવા જેટલા ડોક્ટર ના હૃદય અને મન માં માનવતા ધબકે છે તે બધા ને આપણો આ દિવસ મુબારક !!

ડો. સ્પંદન ઠાકર

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •