હેલ્લારોનો ઢોલ કાન્સમાં પણ વાગશે.- ભાવિની નાયક

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન રમત જગત સમાચાર

ઢોલીવુડ માટે આનંદના સમાચાર એ છે કે ફ્રાન્સના 73માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ગુજરાતી ફિલ્મ હેલ્લારો દર્શાવાશે.ગુજરાતી ફિલ્મો પણ હવે અર્બન ઢબે બનાવવામાં આવે છે.ઘણી એવી ફિલ્મો છે જે ખુબજ સારી અને જોવી ગમે તેવી છે.પણ છતાંય આ ફેસ્ટિવલમાં હેલ્લારોની પસંદગી કરવામાં આવી.જેની વાર્તા લગભગ 1973ના દાયકાની છે.એવી ફિલ્મ કે જેમાં હીરોઇનોને મુખ્ય પાત્ર તરીકે પસંદ કરવામાં આવી છે. હેલ્લારોનો એક અર્થ જ થાય છે પોઝિટિવિટી.
આ એક એવી ફિલ્મ છે કે જેને તેના રિલીઝ થયા પહેલા નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.અને એનાથી મહત્વની વાત એ છે કે ફિલ્મની બધી અભિનેત્રીઓને નેશનલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી.જે ગુજરાતી ફિલ્મ માટે બહુ દુર્લભ બાબત કહેવાય.અઢી કરોડ રૂપિયા બજેટ દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મ એ દિગ્દર્શક અભિષેક શાહની પહેલી જ ફિલ્મ હતી.તેમણે ખુબજ મહેનતપૂર્વક આ ફિલ્મ બનાવી છે.આ માટે તેમણે ગુજરાત પાકિસ્તાનની બોર્ડરના એક નાના ગામની સીમમાં ફિલ્મનો સેટ તૈયાર કર્યો હતો. સ્ત્રી શશક્તિકરણના વિષય પર બનેલી ફિલ્મ નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ છે.ફિલ્મના ડાયલોગ્સ તેનું સંગીત ફિલ્મમાં જાણે કે પ્રાણ પુરે છે. ગુજરાત બહાર આ ફિલ્મને તામિલનાડુ,આંધ્રપ્રદેશ, કોલકત્તા,દિલ્હી, હૈદરાબાદ જેવા શહેરોમાં પણ રિલીઝ કરવામાં આવી હતી.અને અમદાવાદ પછી તેનું સૌથી વધુ સ્ક્રીનીંગ મુંબઈમાં કરવામાં આવ્યું હતું.અને આ ફિલ્મે ઢોલિવુડમાં રેકોર્ડબ્રેક કમાણી કરી છે.
આવી આ અદભુત ફિલ્મને પેરિસમાં યોજાતા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવી રહી છે એ આપણા ગુજરાતીઓ માટે બહુ ગર્વની બાબત છે.

TejGujarati