હીરાના વેપારીએ છ કરોડમાં ઉઠમણું કર્યું અને વિડીયો વાયરલ કર્યો કે જીવતા રહેશું તો ચુકવણું કરીશું.

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ સમાચાર

સુરત શહેરમાં હીરા ઉદ્યોગનો કારોબાર હજુ રાબેતા મુજબ થયો નથી ત્યાં રફ ડાયમંડના એક વેપારીએ ઉઠમણું કરતા નાના વેપારીઓ અને દલાલો દોડતા થઇ ગયા છે. ખાસ કરીને આ વેપારી ઉઠમણું કરતા પુર્વે પોતાની ઓડીયો ક્લિપ સોશિયલ મિડીયામાં વાયરલ કરીને નાસી ગયો છે જેમાં તેણે ઉઠમણા માટે કોરોનાની મહામારી બાદની ઉદ્યોગની સ્થિતિ અંગે વાત કહી છે.

સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, બે દિવસ પહેલા શહેરના હીરા બજારમાં રફ ડાયમંડનો વેપાર કરતો એક વેપારી રૂપિયા છ કરોડમાં ઉઠમણું કરીને નાસી ગયો છે. આ વેપારીએ હીરા બજારના વેપારીઓ અને દલાલોના વોટસએપ ગ્રુપમાં પોતાનો ઓડીયો પણ મુક્યો છે અને તેમાં પોતાની ઓળખ આપવા સાથે તેણે જણાવ્યું છે કે, હું સુરત છોડીને જઇ રહ્યો છું જો જીવતો રહીશ તો પરત આવીને લોકોની પાઇ પાઇ ચુકતે કરીને ચુકવણું કરી દઇશ. મારા પરિવાનો કોઇ વાંક નથી તેમને હેરાન કરતા નહીં,હાલના સંજોગોમાં સ્થિતિ બદલાતા ગુજરાન ચલાવવાનું પણ મુશ્કેલ થઇ ગયુ છે આવા સંજોગોમાં મોટા લોકો નાના લોકોનું ધ્યાન રાખે તો સારૂ થાય, ઉઠમણું કરનાર વેપારી નાસી છુટતા હીરા બજારમાં કારોબાર કરતા નાના મોટા વેપારીઓ અને દલાલોના રૂપિયા ફસાયા છે. હજુ સુધી લેણદારોની યાદી બની નથી પરંતુ મોટા ભાગે દલાલો અને નાના વેપારીઓની રકમ જ આ ઉઠમણામાં ફસાઇ હોવાનું હીરા બજારના સૂત્રો જણાવી રહ્યા છે. હાલમાં વેપારીના પરિવાર દ્વારા તેની શોધખોળ ચાલુ કરવામાં આવી છે તેમજ તેના લેણદારો પણ પોતાની રીતે વેપારીની ભાળ મેળવવા માટે દોડતા થયા છે.

TejGujarati