ગુજરાતનું ગૌરવ. : મળવા જેવા માણસ. – યોગેશ નાયી.- સ્ટોરી. કેડીભટ્ટ.

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક ભારત સમાચાર

ગાંધીનગરના શિરમોર ગામ કોબાની ગ્રામ પંચાયતના સભ્ય અને ઉપસરપંચ ત્યારબાદ ગત વર્ષે સરપંચના પદે પહોંચેલા યોગેશકુમાર બી. નાયી જેમણે વકિલાત અને નોટરી બનવાની સિધ્દ્વીને વ્યવસાય સુધી સિમિત ન રાખતા તેનો લાભ ગામની પ્રજાને મળે તેના માટે ૧૯૯૯થી કામ કરી રહ્યાં છે. તેઓ ગ્રામજનોનાં મિલકત અને સામાજીક ક્ષેત્રના પ્રશ્નો સમાધાનથી ઉકેલવામાં સફળતા મેળવી છે.

કોબા ગામમાં કાર્યરત તેવી શૈક્ષણિક સંસ્થા ગાંધીનગર કેળવણી મંડળ જયાં આસપાસના ૧૫ ગામના વિદ્યાર્થીઓ જ્ઞાન અને દાન મેળવે છે, તે સંસ્થાને દોઢ દાયકા દરમિયાન યથા શક્તિ દાન આપવાની સાથે આ વિસ્તારના દાનવીરો પાસેથી પણ દાન મેળવી આપવાના આવા ઉમદા કાર્ય કરવામાં પોતે આત્મ સંતોષ અનુભવે છે. તેમનો મુખ્ય આશય સરકાર તેમજ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં પદાધિકારીઓ અને અધિકારીઓ સમક્ષ પોતાના વિસ્તારના પ્રશ્નો અને સમસ્યાઓને મુકીને હલ કરવાના પ્રયત્નો કરે છે.

કોબા ગામ અને ગામના રહેવાસીઓ પ્રત્યેની નિષ્ઠાને પરીણામે યોગેશકુમાર ગામના સરપંચ બન્યા પરંતુ તેના માટે ચૂંટણી ન થઇ. ગામના આગેવાનોએ ચૂંટણી વગર જ તેમની આખરી પસંદગી કરી હતી. પરિણામ એ આવ્યું કે તેમની સરપંચ તરીકેની વરણી બિન હરીફ થઇ.

સરપંચ બન્યા બાદ ગામમાં શહેરના જેવી તમામ માળખાકીય સુવિધા ઉભી કરવા અને નિર્મળગામ બનાવવા માટે તેઓ સક્રિય બન્યા. તેમણે જણાવ્યું કે દરેક ઘરે શૌચાલય અને દરેક ઘરેથી કચરો ઉપાડવાની સુવિધા માટે તેમણે સરકારમાં દરખાસ્તો કરી છે, રસ્તા, પાણી અને ગટરની સંપૂર્ણ સુવિધા ઉભી કરવા અથાગ પ્રયત્નો કર્યા છે. એ સાથે સાથે ગરીબી રેખા હેઠળ જીવતા દરેક કુટુંબ માટે ઘરથાળના પ્લોટ મફત ફાળવવાની, વિધવાઓને પેન્શન, પ્રાથમિક શાળામાં કોમ્પ્યુટર શિક્ષણની સગવડ તથા ગ્રામજનોને ગટર-પાણી અને સ્ટ્રીટલાઇટની સુવિધા મળે તેવા પ્રયત્નો કર્યા છે.

TejGujarati