અમદાવાદની કાળઝાળ ગરમી અને કોરોના કહેર વચ્ચે થેલેસેમિયા પિડીત દર્દીઓ માટે રક્તની અછતે મોટી મહામારી સર્જી છે ત્યારે ભારત વિકાસ પરિષદ બાપુનગર શાખા અને પ્રથમ રેસિડેન્સીના રહેવાસીઓ દ્વારા *28 જૂન 2020 ને રવિવાર સવારે 9 થી 1 દરમ્યાન પ્રથમ રેસિડેન્સી, દિપક સ્કૂલ પાસે, નિકોલ નરોડા રોડ, નિકોલ, અમદાવાદ* ખાતે એસી રેડક્રોસ બ્લડ વાનમાં યોજાયેલ રક્તદાન શિબિરમાં 10 રક્તદાતાઓએ રક્તદાન કરીને કોરોના વૉરિયર્સ બનીને માનવતાના આ ભગીરથ કાર્યમાં યોગદાન આપવા બદલ સૌ રક્તદાતાને અભિવંદન. *દરેક રક્તદાતાને રેડક્રોસ તરફથી માસ્ક અને સેનેટાઈઝની એક બોટલ તેમજ શાશ્વત હર્બલ ચાનું પાઉચ અને કફ સિરપની બોટલ મેહુલ કરકર તરફથી ફ્રી આપવામાં આવી.*
સારસ્વત અને યુથ હોસ્ટેલ્સ ગુજરાત રાજ્યના વાઇસ પ્રેસિડેન્ટ મુકેશ પડસાલા આજે 25મી વખત રક્તદાન કર્યું હતું. આ શિબિરની સફળતા પ્રથમ રેસિડેન્સીના કલ્પેશ કેવડિયા, કેતન ગોયાણી અને સંસ્થાના અતુલ ઘાડિયા અને કમલેશ કકાણીને આભારી છે. સ્ટોરી: મુકેશ સાયકલીસ્ટ (રેડક્રોસ બ્લડ કેમ્પઈન પેટ્રેન)