ધૂતારાને બાંધ્યો છે બીકને દોરે.
કોમળ આ કંઠ ભિતર કાપા પડે છે એવા,
આંગળીથી માખણમા આંકયા..
વાકાચૂંકા નાક થકી ઝરમર ઝરે છે જેવા
વળી છિંકોથી ઊડે છે છાંટા
વોર્ડ વોર્ડ બધા મને ખોળે
કોરોના ને બાંધ્યો છે જુઠને દોરે
મોઢેથી માસ્ક સખી હેઠે સર્યુ ને વળી
હાથેથી સરકયા હાથમોજા
ખિસ્સાના પૈસા બધા સામે જઈ બેઠા
હવે રાતદિન ઉજવીશુ રોજા
કોઈ જઈને ‘જશોદા’ ને કહો રે
કોરોનાને બાંધ્યો છે જુઠને દોરે
ધૂતારાને બાંધ્યો છે બીકને દોરે
ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા
*મૂળ રચના
આ. હરીન્દ્ર દવે (કાનૂડાને બાંધ્યો છે હીરને દોરે)
