અમદાવાદ વી લવ યુ – આર્કિ. કે.સી.પટેલ

સમાચાર

અમદાવાદ શહેરના વિકાસમાં મહાજનનો સિંહ ફાળો છે. અલગ-અલગ રાજ્યોમાં અને અલગ-અલગ સમયે આ સંસ્થાઓએ અમદાવાદના વિકાસમાં બહુ મૂલ્યવાન ભૂમિકા ભજવી અને દેશની આર્થિક અને સામાજિક જીવનમાં વૃદ્ધિ કરી. સાથોસાથ અમદાવાદને મધ્યકાલીન યુગ થી મહત્વનું સ્થાન પ્રદાન કર્યું હતું.ગુજરાત પશ્ચિમી દુનિયા માટે એ સમયે ગેટવે ઓફ ઇન્ડિયા ગણાતું હતું.તેથી તેનાં શહેરો વેપાર અને વાણિજ્ય માટે અગ્રણી કેન્દ્ર બની ગયા હતા. તેના વેપારીઓની સંપત્તિ અને સમૃદ્ધિએ તેમને શક્તિશાળી જૂથમાં સ્થાન અપાવ્યું હતું. તેમની સંસ્થાઓ જે મહાજન ના નામથી ઓળખાય છે. દરેક શેઠના નેતૃત્વ હેઠળ ગુજરાતના સામાજિક અને આર્થિક ક્ષેત્રે મુખ્ય ભાગ બની રહ્યા હતા.અમદાવાદે આ પરંપરા થી ખૂબ મેળવ્યુ, પછી ભલે ને તે પ્રાંતના વહીવટ અને લશ્કરી મથક તરીકે શરૂઆત કરી.સોળ મી સદીના અંત સુધીમાં અમદાવાદ શહેર ઉત્પાદન અને વ્યવસાયિક રીતે મહાકેન્દ્ર બની ગયું હતું. સોળમી સદીના અંત સુધીમાં અમદાવાદ મોટા શહેરોમાં એક અને વધારે વસ્તી ધરાવતા શહેરોમાંનું એક બની ચૂક્યું હતું,જે આજુબાજુના વિસ્તારના વેપારીઓને આકર્ષિત કરતું હતું. જેના લીધે મહાજન પરંપરા નો જન્મ થયો. ઇ.સ.1818માં અંગ્રેજો અમદાવાદમાં આવે ત્યાં સુધી મહત્વનું વેપારી કેન્દ્ર બની ચૂક્યું હતું. અનેક મહાજનો આ શહેરની સંસ્કૃતિના મુખ્ય ભાગ બની ચૂક્યા હતા. 18મી સદીની શરૂઆતમાં 52 મહાજન કપડું સોનુ અને કિમતી ધાતુ જે વ્યવસાયિક સમૂહ હતા,અને જાતિ આધારિત નહોતા. અમદાવાદ વી લવ યુ…આર્કિ કે.સી.પટેલ

સંકલન. કેડીભટ્ટ

TejGujarati
 • 28
 •  
 •  
 •  
 •  
 •  
  28
  Shares
 • 28
  Shares