મારૂતિ સુઝુકીએ દેશની પ્રથમ બીએસ6 અનુરૂપ એલસીવી સુપર કેરી બીએસ6 એસ-સીએનજીમાં રજૂ કરી • મારૂતિ સુઝુકી તરફથી છઠ્ઠુ બીએસ6 અનુરૂપ એસ-સીએનજી વાહન.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

• 4 સિલિન્ડર એસ-સીએનજી બીએસ6 ડ્યુઅલ ફ્યુઅલ એન્જિન ઓફર કરતી ભારતની પ્રથમ મીની-ટ્રક
નવી દિલ્હી, 26 જૂન, 2020 – મારૂતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડે આજે બીએસ6 અનુરૂપ સુપર કેરીના એસ-સીએનજી વેરિઅન્ટ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ લોન્ચ કંપનીએ ઓટો એક્સપો 2020માં જાહેર કરેલાં ‘મીશન ગ્રીન મિલિયન’ સાથે સુસંગત છે. વ્યવસાયિક સદ્ધરતા માટે ‘તરક્કી કા દમદાર સાથી’ તરીકે ઓળખાતી મારૂતિ સુઝુકી સુપર કેરી બીએસ6 એન્જિનમાં અપગ્રેડ કરાયેલું પ્રથમ લાઇટ કમર્શિયલ વિહિકલ છે.
વર્ષ 2010માં સીએનજી વાહનોની રજૂઆત સાથે ગ્રીન મોબિલીટીમાં પ્રવેશ કરતાં મારૂતિ સુઝુકીએ આજે ગ્રીન વિહિકલ્સની બેજોડ શ્રેણી ઓફર કરે છે. એક મિલિયન ગ્રીન વિહિકલ્સ (સીએનજી, સ્માર્ટ હાઇબ્રિડ વિહિકલ્સ)નું વેચાણ કરતાં મારૂતિ સુઝુકી તેના મીશન ગ્રીન મિલિયન અંતર્ગત આગામી કેટલાંક વર્ષોમાં વધુ એક મિલિયન ગ્રીન વિહિકલ્સ વેચવાનો ઉદ્દેશ્ય ધરાવે છે, જેથી દેશમાં મોટાપાયે તેને સ્વિકારવામાં આવે.
મારૂતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર (માર્કેટિંગ અને સેલ્સ) શશાંક શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, “320થી વધુ મજબૂત મારૂતિ સુઝુકી કમર્શિયલ ચેનલ નેટવર્ક દ્વારા 56,000થી વધુ યુનિટનું વેચાણ કરવા સાથે સુપર કેરી મીની-ટ્રક સેગમેન્ટમાં સતત ઉત્કૃષ્ટ પ્રદર્શન નોંધાવી રહી છે. નાના કમર્શિયલ વિહિકલ સેગમેન્ટના વપરાશકર્તાઓ માટે કલ્પના કરાયેલી સુપર કેરી બેસ્ટ-ઇન-સેગમેન્ટ પાવર, ઉન્નત કમ્ફર્ટ, સારી ગુણવત્તા અને વર્સેટાઇલ ડેક ઓફર કરે છે. સુપર કેરીએ બિઝનેસિસને તેમની નફાકારકતા વધારવામાં મદદ કરી છે તથા તેના લોન્ચ થયાના માત્ર બે વર્ષમાં બીજા ક્રમનું સૌથી વધુ વેચાણ ધરાવતી મોડલ બન્યું છે તે તેનો પુરાવો છે. બાય-ફ્યુઅલ એસ-સીએનજી વેરિઅન્ટને સ્મોલ કમર્શિયલ વિહિકલ માર્કેટમાં સારી રીતે સ્વિકારાયું છે અને સુપર કેરીના વેચાણમાં આશરે 8 ટકા યોગદાન આપે છે. સ્પર્ધાત્મક કિંમતે રજૂ કરાયેલું બીએસ6 સુસંગત એસ-સીએનજી વેરિઅન્ટ તથા સીએનજી ફ્યુઅલની ઉપલબ્ધતા ઉપર સરકારના વિશેષ ધ્યાન સાથે સુપર કેરી બ્રાન્ડને વધુ મજબૂત કરશે.”
તેમણે ઉમેર્યું હતું કે, “મીશન ગ્રીન મિલિયન સાથે અમે અમારા ગ્રીન વિહિકલ પોર્ટફોલિયોમાં વધારો કરવાના અમારા નિર્ધારને વધુ મક્કમ બનાવ્યો છે.”
દેશની પ્રથમ 4-સિલિન્ડર પાવર્ડ મીની-ટ્રક કમર્શિયલ વિહિકલ સુપર કેરી 48KW@6000rpm પાવર અને 85NM@3000rpm ટોર્ક સાથે સ્મૂધ પીકઅપ સુનિશ્ચિત કરે છે. તે રિવર્સ પાર્કિંગ સેન્સર, સીટ બેલ્ટ રિમાઇન્ડર, લોકેબલ ગ્લોવર બોક્સ અને મોટી લોડિંગ ડેક સહિત સંખ્યાબંધ સુરક્ષા વિશેષતાઓ ધરાવે છે. દેશમાં સુપર કેરી એકમાત્ર એલસીવી છે, જે ઓન-રોડ એશ્યોરન્સ માટે 5લીટર પેટ્રોલ ટેન્ક સાથે ડ્યુઅલ ફ્યુઅલ એસ-સીએનજી વેરિઅન્ટ છે.
મારૂતિ સુઝુકીના એસ-સીએનજી વાહનોની શ્રેણી ઓઇલની આયાત ઘટાડવા અને વર્ષ 2030 સુધીમાં દેશના એનર્જી બાસ્કેટમાં કુદરતી ગેસનો હિસ્સો હાલના 6.2 ટકાથી વધારીને 15 ટકા કરવાના ભારત સરકારના વિઝન સાથે સુસંગત છે. સરકાર દેશમાં સીએનજી ફ્યુઅલ પંપ્સના નેટવર્કમાં ઝડપી વધારો કરી રહી છે. ગત વર્ષે નવા સીએનજી સ્ટેશન્સના ઉમેરામાં 56 ટકાની અભુતપૂર્વ વૃદ્ધિ થઇ છે. કોવિડ 19 વચ્ચે પણ ગત વર્ષે કુલ 477 નવા સ્ટેશન્સ ઉમેરાયા છે, જ્યારે કે પાછલા પાંચ વર્ષની સરેરાશ 156 સ્ટેશન્સ છે.
મારૂતિ સુઝુકી એસ-સીએનજી વાહનો ડ્યુઅલ ઇન્ટરડિપેન્ડન્ટ ઇસીયુ (ઇલેક્ટ્રોનિક કંટ્રોલ યુનિટ્સ) અને ઇન્ટેલિજન્ટ ઇન્જેક્શન સિસ્ટમથી સજ્જ છે. વાહનો ફેક્ટરી ફિટેડ છે અને તે તમામ પ્રકારના ક્ષેત્રોમાં ઉત્તમ પ્રદર્શન અને વધુ સારી ડ્રિવેબિલિટી સાથે એકરૂપ છે.
કિંમત (એક્સ-શોરૂમ – દિલ્હી)
વેરિઅન્ટ કિંમત
સુપર કેરી બીએસ6 સીએનજી 507,000/-

Issued by:
Corporate Communications
Maruti Suzuki India Limited 1, Nelson Mandela Road, Vasant Kunj, New Delhi
Ph: 91-11- 4678 1000 Email: corp.comm@maruti.co.in
Twitter: @MSArenaOfficial Website: www.marutisuzuki.com

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •