વિદ્યાર્થીઓની ત્રિમાસિક નોંધણીમાં અગાઉના ત્રિમાસિક ગાળાની સરખામણીમાં જબરદસ્ત વધારો થયો
દાદરા અને નગર હવેલી, 24 જૂન, 2020: કોવિડ-19 લોકડાઉને ભારતમાં એડટેક્ ક્ષેત્રની વૃદ્ધિને બળ આપ્યું છે. પરીક્ષાની તૈયારી કરાવવાના ક્ષેત્રની રાષ્ટ્રીય અગ્રણી સંસ્થા- આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (એઇએસએલ)ના ઓનલાઇન લર્નિંગ પ્લેટફોર્મ, આકાશ ડિજિટલે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં લોકડાઉન દરમિયાન તેના ત્રિમાસિક નોંધણીઓમાં અગાઉના ત્રિમાસિક તુલનામાં 300%નો જોરદાર ઊછાળો નોંધાવ્યો છે.
ટકાવારીમાં થયેલા આ વધારાની ગણતરી 2020ના વર્ષના પ્રથમ ક્વાર્ટરની સરખામણીમાં વર્ષના બીજા ક્વાર્ટરમાં, બીજા શબ્દોમાં કહીએ તો, લોકડાઉનની પહેલા અને લોકડાઉન દરમિયાન થયેલી નોંધણીના આંકડાઓની તુલના કરીને ગણવામાં આવી છે. આ નોંધપાત્ર વૃદ્ધિમાં આકાશ આઈટ્યુટર (iTutor) એપ્લિકેશન તેમ જ આકાશ લાઇવ ક્લાસના વપરાશકર્તાઓની વૃદ્ધિનો સમાવેશ થાય છે.
અસાધારણ વૃદ્ધિ અંગે અભિપ્રાય આપતા આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (એઇએસએલ)ના ડાયરેક્ટર અને સીઈઓ શ્રી આકાશ ચૌધરીએ કહ્યું હતું કે: “એઈએસએલ પરિવાર માટે ‘સ્ટુડન્ટ ફર્સ્ટ’ હંમેશા મુખ્ય વાહક રહ્યું છે. અમારા એડ્યુટેક પ્લેટફોર્મને મળેલો અદભુત પ્રતિસાદ જોઈને ઉત્સાહ થઈ રહ્યો છે, જે આકાશ ડિજિટલની ભણાવવાનું અધ્યાપનશાસ્ત્ર, અભ્યાસક્રમ, તાલીમ અને પદ્ધતિ વિશે ઘણું કહી જાય છે. અમે લોકડાઉન સમયગાળા દરમિયાન તેમ જ તે પછીથી ઘરેથી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ટેકો આપવાનું ચાલુ રાખીશું. આ રીતે આપણે સાથે મળીને કોવિડ-19 વાયરસના કારણે શિક્ષણમાં આવેલા વિક્ષેપ પાર કરી શકીએ.”
આકાશ ડિજિટલ આકાશ લાઇવ, આકાશ આઈટ્યુટર અને આકાશ પ્રેક્ટેસ્ટ જેવી સુવિધાઓ પ્રદાન કરે છે. આકાશ લાઈવ ત્વરિત શંકાના નિરાકરણની સાથે લાઇવ ઓનલાઇન વર્ગો દ્વારા આકાશની શ્રેષ્ઠ ફેકલ્ટી પૂરી પાડે છે. આ એવા વિદ્યાર્થીઓ માટે આદર્શ છે કે જેમની પાસે તેમના ઘરની નજીક વિશ્વસનીય કોચિંગની સુવિધા નથી. આકાશ આઈટ્યુટર મારફત વિદ્યાર્થીઓ આકાશની અનુભવી ફેકલ્ટી પાસેથી રેકોર્ડ થયેલા વીડિયો લેક્ચર્સ જોઈને પોતાની રીતે શીખી શકે છે. તેનાથી વિદ્યાર્થીઓ તેમની રીતે વિભાવનાઓને મજબૂત કરી શકે છે. આકાશ પ્રેક્ટેસ્ટ મારફત વિદ્યાર્થીઓ તેમના કોચિંગ સેન્ટરની બહારના વિદ્યાર્થીઓ સામે પોતાની પરીક્ષા લઈ શકે છે.
આકાશ ડિજિટલ JEE, NEET અને 8-12 ધોરણની શાળા, બોર્ડ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને તેમના ઘરે અનુકૂળતાથી ગુણવત્તાવાળું કોચિંગ પ્રાપ્ત કરવાનું શક્ય બનાવે છે. એડ્યુ-ટેક પ્લેટફોર્મ લાઇવ ઓનલાઇન વર્ગો, રેકોર્ડ કરેલા વિડીયો લેક્ચર્સ અને ઓનલાઇન પ્રેક્ટિસ પરીક્ષાઓ દ્વારા આકાશ સંસ્થાનો શૈક્ષણિક વારસો અને શિસ્તને તમારા ઘરે લાવે છે. તે એવા વિદ્યાર્થીઓને સક્ષમ બનાવે છે કે જે ગુણવત્તાયુક્ત શિક્ષણ ઇચ્છે છે, પરંતુ ભૌગોલિક અથવા આર્થિક કારણોના લીધે તેમને તેનો લાભ મળતો નથી.
આકાશ ડિજિટલ દ્વારા આપવામાં આવતી સુવિધાઓ
• ઉચ્ચ ગુણવત્તાવાળી અને સારી રીતે સંશોધન કરેલી અભ્યાસ સામગ્રી
• ગુણવત્તાયુક્ત આકાશ ફેકલ્ટી દ્વારા લેક્ચર્સ
• ઓનલાઇન મહાવરાની પરીક્ષાઓ દ્વારા નિયમિત સમીક્ષા
• વર્ગ દરમિયાન અને પછીથી શંકાનું ત્વરિત નિરાકરણ