ઓખામાં વહેલી સવારે દરિયાકિનારે ખુબ જ શાંત અને કુદરતી વાતાવરણ માં યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

આજરોજ ઓખા માં વહેલી સવારે દરિયાકિનારે ખુબ જ શાંત અને કુદરતી વાતાવરણ માં યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. નગરપાલિકા સ્કૂલ ના શિક્ષણ ક્ષેત્રે હંમેશા અગ્રેસર રહેતા પુજાબેન દવે દ્વારા એમના વિદ્યાર્થીઓ ને યોગ નું મહત્વ સમજાવવામાં આવ્યું હતું જેમાં પૂજાબેન સાથે શિક્ષિકા સોનલ બેન યોગાનંદી અને ભૂમિબેન સામાણી પણ જોડાયા હતા. શિક્ષિકાઓ અને વિદ્યાર્થીઓ એ, દરિયા કિનારે શાંત અને કુદરતી એવા મનોરમ્ય વાતાવરણ માં સાથે યોગા કર્યા હતા. યોગ નું આપણા જીવન માં ખુબ જ અગત્ય નું મહત્વ રહેલું છે. દરરોજ વહેલી સવારે યોગા કરવાથી અનેક રોગો નો નાશ થાય છે. યોગા કરવાથી શરીર તંદુરસ્ત રહે છે. તન અને મન પ્રફુલ્લિત રહે છે. યોગા કરવાથી શરીર માં લોહી નું પરીભ્રમણ સારી રીતે થાય છે. યોગા થી આપણા શરીર ને અનેક લાભો થાય છે. યોગા કરવાથી આપણે તંદુરસ્ત રહીયે છીએ.

U

TejGujarati