“વ્હેમ ન રાખતો”. –  દાસનાગ (નાગરાજ પરમાર)

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ટેક્નોલોજી ભારત સમાચાર

કોરોના તુંતો આવ્યો ત્યાથી વયો જાજે
ક્યારેય સપનામા ન્હોતો આવો રોગ
કોરોના તું’તો રહેવાના વ્હેમનો રાખતો

ભલે ભુલો પડ્યો તું મારા રે ગુજરાતમાં
યોગ કરી રાખીશું તને અમારી બગલમાં
તારી રસની વિદાયને પાછી વાળજે
કોરોના તુંતો આવ્યો ત્યાથી …

આમ તેમ કરીને તને જોઈશું રે કોરોના
ઘરમાં બેસીને અમે લડી રહેવાના
તને ભારી પડશે મારું રે ગુજરાત
કોરોના તુંતો આવ્યો ત્યાથી …

ગરમ પાણીના અમેતો કોગળા કરીશું
માસ્ક પહેરી ને અમે દુરથી મળીશું
તને ઉભી પુંછડીયે રે ભગાડીશું
કોરોના તુંતો આવ્યો ત્યાથી …

કાડીયાવાડમાં જો ભગવાન ભુલો રે પડે છે
‘નાગ’દેવતાઓ એને ગોતવા રે દોડે
તું’તો હીજડીયો મચ્છર કહેવાય
કોરોના તુંતો આવ્યો ત્યાથી …

– દાસનાગ (નાગરાજ પરમાર

TejGujarati