આપણી સાંપ્રત સંસ્કૃતિ નામ સમરણ ને મહત્વ આપે છે .આજ ની ઘડીએ સૂર્ય ગ્રહણ ચાલે ત્યારે જેટલું ઈશ્વરનું નામ લેવાય તેટલું ઓછું કહેવાય .
ધરતીનો છેડો ઘર ” એ કહેવાતમા ઘરનું મહત્વ કેટલું છે તે આપોઆપ સમજ આપે છે , ઘર હોય એટલે સંવેદના ,વેદના,મમતા, બંધુ ભાવ, કુટુંબ ભાવના વગેરે મનમાં ખ્યાલ આવે ને તે ભાવને આત્મસાત કરવાથી જ ઘર મજબૂત રહે છે . પશ્ચીયાત સંસ્કૃતિ અલગ ખરી પણ તેઓ પણ સબંધો ઉજવે ખાસ કરી રવિવારે જ તેઓના વર્ષના ખાસ સબંધ ઉજવે એટલે બધાએ અનુકૂળતા રહે ને તેમાં ખોટું નથી ,આપણે ટીકા કરતા હોઈએ કે એવું તે હોતા હશે ,બધા દિવસ સરખા જ હોય ” છતાં પણ દરેક સંબંધની તિથિ એ યાદ કરી પોતાની લાગણી વ્યક્ત કરી કામે વળગી જવું તે યંત્રવત સંયોગ કહેવાતો હશે પણ તેમાં ખોટું નથી ! . આજનો દિવસ તેઓ માટે ફાધર્સ ડે ” તરીકે ઉજવાય !
માં” જગત જનનની ને સહુ કોઈ યાદ કરે , જગત નો તાત ખેડૂત ને પ્રકાશનો પિતા સૂર્ય , ઔષધિ પતંજલિ ઋષિ, દેવ ધન્વંતરિ ને અશ્વિની કુમારો , પાલનહાર શ્રી વિષ્ણુ ને કામસુખના કામદેવ , વગેરે અનેક દેવો આપણા પિતા જ છે કે જેનાથી આપણું જીવન ટકે છે .
જેમ પાલવના છેડે માતૃત્વ છલકે છે ,તેમ પછેડીના છેડે *પિતાનું* *વાત્સલ્ય* ટપકે છે. પિતાનું વાત્સલ્ય નેપથ્યથી આવે ને માતાનું માતૃત્વ મંચ ઉપર ભાગ ભજવે છે તેવું રંગમંચ ની ભાષામાં કહેવાય .
*પાલવ* અને *પછેડી*
માતા અને પિતા ના સાંકેતિક પહેરણ છે . સંતાન પાલવ પાછળ છુપાઈને પોતાને રક્ષિત રાખે ને પિતા પોતાની પછેડીમા ઉમંગ લાવી ઘરને આનંદિત રાખે છે .
પછેડી પિતાની કીર્તિનું પ્રતીક છે તેવા પિતાને કેવી રીતે યાદ કરવા કે યાદ રાખવા કે પિતાનો સ્નેહ કે કૃપા મેળવવા કેવા કર્મો કરવા તે વિચારવું રહ્યું ,પિતા શબ્દ એ ખોબા કે ખોળામાં સમાય શકે તેવો નથી .પિતા એ વૈશ્વિક વિશ્વાશ છે ને વિશ્વાસ જળવાય તે ઉભય પક્ષનું કર્તવ્ય છે . બાકી જે સૂર્યથી ચંદ્રમા પ્રકાશિત રહે છે તે જ ચંદ્ર સૂર્યને ગ્રહણ લગાવી શકે છે . પિતાના સંબંધને ગ્રહણ ના લાગે અને આજના *ફાધર્સ* ડે ! શુભેચ્છા અને ગ્રહણ કાળમાં ઈશ્વર સ્મરણ રહે તેવી પ્રાર્થના અને દિવસ શુભ મંગલ રહે !?
હૃદય થી.
