“હું છું ને.”- બીના પટેલ.

સમાચાર

દરેક વ્યક્તિના જીવનમાં તેના પિતાનું ખુબ અગત્યનું સ્થાન હોય છે ….”father ‘s day “ના દિવસે મારા પિતાશ્રી માટેની મારી લાગણીને મેં કાવ્ય સ્વરૂપે આપ સમક્ષ પ્રસ્તુત કરી છે.

“હું છું ને ”
બળબળતા ઉનાળાના આકરાં તાપમાં …..
શિતળ જળના માટલાના એ ઘુંટડા …..
એટલે મારા વ્હાલા પિતા ..!
ઓફિસની સીડીએ ચંપલ એ ઘસતા ,
થાકને કદીયે નજીક ન ઢુંકવા દેતા …
એટલે મારા વ્હાલા પિતા …!
ઘરનું દ્વાર આવતા ખોટું ખોટું હસતાં ….
જવાબદારીઓ સહજતાથી નિભાવી એ જાતાં
એટલે મારા વ્હાલા પિતા …!
એમના એ ઠપકાં યે છે
પ્રેમ નીતરતાં …!
શબ્દો કાળજીના કડવા ભલે લાગતાં ..!
એટલે મારા વ્હાલા પિતા …!
“હું છું ને ” એ આંખના ઈશારે મને સમજાવતા ……
ઘેરાં તિમિર પણ પળવારમાં ગાયબ થાતાં …..
એટલે મારા વ્હાલા પિતા ..!
મુજને જયારે “નાની પરી “સ્નેહથી ચૂમીને કહેતાં …
મુજને લાગે દુનિયાની બધી મીઠાઈ ફીકી સ્વાદમાં …….
એટલે મારા વ્હાલા પિતા …!
એમની ઝાલીને આંગળી ,દુનિયાના મેળા મેં જોયા ….
પિતા છે મારા ,મારી ઝીંદગીની ઇમારતના પાયા …
એટલે મારા વ્હાલા પિતા ….!
??????મારા પિતાના ચરણોમાં મારા લાખ લાખ વંદન ……?
-બીના પટેલ

TejGujarati