🔔 *DNA, ઉછેર & સંસ્કાર !.- નિલેશ ધોળકિયા.

ઓટોમોબાઇલ કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ભારત સમાચાર

આ સાથેના ફોટોમાં છે બે દોડવીરો : કેન્યાના મુટાઈ અને સ્પેનના ઈવાન !!

એક રેસમાં બંન્ને સ્પર્ધક તરીકે દોડી રહ્યા હતા. એમાં ભૂલથી કેન્યાના રેસર મૂટાઈને એવું લાગ્યું કે તે finish line પાર કરી ચુક્યા છે, જે સચ્ચાઈ ન્હોતી. પાછળ દોડી રહેલા સ્પેનિશ સ્પર્ધક ઇવાને કેન્યાના રમતવીરને હજુ થોડું જોરથી આગળ દોડી જવા કહ્યું પરંતુ ભાષા ન સમજી શકનાર કેન્યન ન દોડ્યા. આવા કટોકટીના તબક્કે સ્પેનિશ સ્પ્રિન્ટરે કેન્યાના દોડવીરને ધક્કો મારી સીમા રેખા બહાર ધકેલીને કેન્યાના હરીફને વિજેતા બનાવી દીધા !!

રેસ પૂરી થયા બાદ પ્રેસ કોન્ફરન્સમાં સ્પેનના ઈવાનને પૂછાયું કે, તમે આખરી ક્ષણે રેસ જીતી શકતા હતા છતાં કેન્યાના ખેલાડીને કેમ જીતાડ્યા !?

પ્રમાણિક સ્પેનિશ ઈવાને કહ્યું : _હકીકતમાં કેન્યાના દોડવીર જ ગેમ જીતે તેવું તેમનું કૌવત હતું પરંતુ માત્ર ગેરસમજણથી તેઓ હારી જાય તે મને એટલા માટે યોગ્ય ન જણાયું કે, એ રીતે હું જીત્યો હોત તો ૧) દર્શકોનો ખેલદિલી પરથી ભરોસો ઉઠી જાત, ૨) મારી પ્રપંચી જીત મને ક્યારેય માફ ન કરત, ૩) આવી જીતથી માન અકરામ, પદ, પૈસો, પ્રતિષ્ઠા મળત પણ ગદ્દારીથી જીતેલી બાજીથી મારી માઁનું દૂધ લજવાઈ ગયું હોત !_

આ મિશાલ આપણાં જીવનમાં નવી ચેતના તથા માનવીય મૂલ્યો ઉજાગર કરી રંગભેદ, જ્ઞાતિવાદ, જાતિવાદ વિનાના માણસાઈના દીવા ઝળહળતા રાખવા પથદર્શક બની રહે ! માનવીય સંવેદના વડે પૂર્વગ્રહ, અવગણના કે અભાવ સહિતની નફરતને તિલાંજલિ આપી માણસ થઇએ !!! 👍🌹🙏🏻

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •