તે સમયે ભારતનું રાજનિતીક નેતૃત્વ છાણના પોદળાની જેમ પડ્યું રહેતું હતું. ચીન કે પછી કોઈ બીજા પડોશી આંગળી પણ ના અડાડે.. છાણને કોણ હાથ લગાડે?

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

તે તમને લાગે છે કે કૉંગ્રેસ રાજમાં આવું કંઈ નુકશાન થયું હોત?

મને જરા પણ નથી લાગતું. કારણ કે, તે સમયે ભારતનું રાજનિતીક નેતૃત્વ છાણના પોદળાની જેમ પડ્યું રહેતું હતું. ચીન કે પછી કોઈ બીજા પડોશી આંગળી પણ ના અડાડે.. છાણને કોણ હાથ લગાડે?

૨૦૧૫ના મધ્ય પછી પાકિસ્તાન સાથે જે કંઈ થતું આવ્યું છે તેમાં પાકિસ્તાનનો જ સૌથી મોટો હાથ હતો તેમાં ના નહીં. પરંતુ, ૨૦૧૯માં જ્યારથી ૩૭૦મી કલમ હટાવી છે. ત્યારથી જે કંઈ થઈ રહ્યું છે તેમાં ચોક્કસ પણે ભારતનો જ હાથ છે. જે ભારત સાવ મિંયાની મિંદડી જેવું શિયાંવિયાં થઈને બેસી રહેતું હતું તેણે પહેલાં પોતાને સંસદમાં અને ત્યારબાદ જાહેરમંચ પર પણ હુંકાર કર્યો કે જે કોઈ પ્રદેશો અન્ય પાડોશી રાષ્ટ્રો ઓળવી ગયા છે તે ભારતમાં ભેળવવામાં આવશે. અને આ જ હતો ટર્નિંગ પોઈંટ, પાકિસ્તાન સરહદે લાઈન ઑફ કંટ્રોલ અને ચીન સરહદે લાઈન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર એક્ટિવિટી ભારત તરફથી વધી છે. નહીં કે પાડોશીઓ તરફથી.

એમને વર્ષોથી જે છાણનો પોદળો જોવાની આદત પડી હતી તેને ઠેકાણે હવે હુંકાર કરતો આખલો દેખાઈ રહ્યો છે ત્યારે સામાન્ય જ છે કે એમના પેટમાં તેલ – દિવેલ – ઘાસતેલ બધું જ રેડાય. ભારત એલએસી પર પોતાનો દબદબો જમાવી રહ્યું છે માટે ચીનને સામનો કરવાની જરૂર પડી છે. જે આજથી લગભગ ૫૬ વર્ષો પહેલાં થવું જોઈતું હતું, જ્યારે ચીન ભારતમાં ઘુસીને એનો પ્રદેશ પચાવી ગયું હતું, તે છે…ક આટલા વર્ષો પછી આજે થઈ રહ્યું છે. આ તો માત્ર ભૂતકાળમાં દેશના મહાન પ્રથમ પ્રધાનમંત્રીએ કરેલી હિમાલય જેવી ઐતિહાસિક ભૂલોને સુધારવાનું જ કામ ચાલી રહ્યું છે.

ખાસ યાદ રહે, કલમ ૩૭૦ હટાવ્યા બાદ ભારતે નવો નકશો પ્રકાશિત કર્યો ત્યારે તેમાં ઉત્તરાખંડની આંતરરાષ્ટ્રીય સરહદે આવેલ કાલાપાની અને લિપુ લેહને ભારતના ભાગ ગણાવ્યા જે હતાં જ ત્યારે નેપાળ જાગ્યું અને એણે ખીલે કૂદતાં વિરોધ નોંધાવ્યો. એમાં નેપાળનો કોઈ મહત્વનો રોલ નહોતો, એને તો નૅપાળો લાગી ગ્યો એટલે હરકત કરવા લાગ્યુ.

તો ચીનની સરહદે જે રસ્તો વર્ષો સુધી નહોતો બન્યો તે વર્ષોની મહેનત બાદ બન્યો અને તેને લીધે ભારત ચીન સરહદે પોતાનું લશ્કર અને સંરજામ આસાનીથી લઈ જઈ શકે તેવી પાકી શક્યતા થઈ એમાં ચીનને પેટમાં દુખ્યું. હવે આ તો વર્ષો પહેલાં જ થવા જેવું હતું, અને જે કંઈ ઝપાઝપી – ટપાટપી આજે થઈ રહી છે તે એ જ સમયે થવાની હતી. ખેર, આજે પણ કંઈ મોડું નથી થઈ ગયું. લશ્કર આપણે ધારીએ તેના કરતાં વધારે લાગણીશીલ તેમજ નિષ્ઠુર બંને હોય છે. અને તે એમની રીતે લડી લેવા માટે જબરદસ્ત રીતે સક્ષમ છે.

જે કંઈ જરૂર છે તે આપણે સક્ષમ થવાની છે — ચીનના માલનો બહિષ્કાર કરવાના ડાકલાં બહુ વગાડ્યા પરંતુ, તેને આંતરરાષ્ટ્રીય બજારોમાં જ્યાં સુધી નહીં પડકારી શકીએ ત્યાં સુધી ચીનને કોઈ ફેર નથી પડવાનો. અને ભારત જેવો સક્ષમ દેશ તેના મોટાં કોર્પોરેશનો દ્વારા જે કંઈ કરી શકે તેના કરતાં કંઈ કેટલુંય વધારે નાના-નાના ઉદ્યોગો અને એન્ટરપ્રાઈઝીસ દ્વારા કરી શકે છે. જરૂર છે, બધીજ ભ્રાંતિઓમાંથી બહાર આવીને આજથી જ એક્સપોર્ટ માટેની શક્યતાઓ ખોળવા લાગી પડવાની. તમારી પાસે કૉમોડિટી હોય કે પછી ફાર્મ પ્રોડક્શન, દુનિયામાં બધું જ અપનાવવા માટે લોકો બેઠા છે.. જરૂર છે તમારે શરૂઆત કરવાની.

કોઈ પણ જાતના સલાહ-સૂચન અને મદદની જરૂર હોય તો અત્યારે જ સંપર્ક કરો. ચીનને હરાવવા – હઠાવવામાં નાનકડું યોગદાન પણ બહુ જ મહત્વનું છે.

સોર્સ. વાઇરલ
TejGujarati