😷યોગ સપ્તાહ નિમિત્તે કેટલાંક અકલ્પનીય અને અલભ્ય યોગાસનો😷. – યોગ્યગુરૂ ડો. સ્વપ્નિલાનંદજી કેશવાનંદજી.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

1.સૂનમૂનાસન…
આ આસન કરતી વખતે એક ઓરડામાં એકદમ અંધારુ કરીને સૂનમૂન એકલા બેસવાનું રહેશે.. જયા સુધી મનમા આપઘાતના વિચારો શરૂ ન થાય અથવા દરવાજા બહારથી તમારા ઘરના લોકો તમારી ચિંતામાં દરવાજો ન ખખડાવે ત્યા સુધી આ આસન ચાલુ રાખી શકાય
2.પશ્ચ્યાતાપાસન..
આ આસન મા એક અલાયદી જગ્યાએ પલાઠી વાળીને બેસવાનું રહેશે તમારા જમણા હાથને લંબાવીને હાથની તમામ આંગળીના નખ દેખાય એ રીતે હાથને લંબાવેલો રાખવાનો રહેશે.. અને એક એક પછી એક આંગળી મુઠ્ઠી ની મુદ્રામાં બંધ કરવાની રહેશે.. કેવળ એક જ આંગળી જે ના ઉપર મતદાન કરતી વખતે અવિલોપ્ય શાહી લગાડવામાં આવી હતી તે જ આંગળીને નજર સમક્ષ રાખીને ઊંડા શ્વાસ લઇ ને પશ્ચાતાપ કરવાનો રહેશે..
૩.જાતછેતરામણાસન.
આ આસન અતિ દૂર્ગમ છે.. આ આસન મા તમારે તમારૂ દ્વિચ્રકી કે ચર્તુચક્રીવાહનને ઈંઘણપૂરક સ્થાન સુધી લઇ જવાનુ રહેશે.. આપ આપના વાહનને સ્વબળે પણ લઇ જઇ શકો આ ક્રિયાથી આપ અધિક વ્યાયામનો પણ સાક્ષાત્કાર કરી શકશો.. પરંતુ જ્યારે પણ આપને ઈંઘણપૂરક પ્રક્રિયામાથી પસાર થવાનુ આવે કે તત્ક્ષણે ઈંઘણપૂરક કર્મચારી ને નકાર દર્શાવી નિકળી જવાનુ રહેશે.. આ આસનથી આપને આર્થિક લાભ પણ થાય છે.. કેટલાક હિંસક ઈંઘણપૂરક માનવ દ્રારા આપને પ્રતાડિત થવાનો પણ સંભવ કે શક્યતા હોય છે જે આ આસનના ભયસ્થાન કહી શકાય. પણ આ આસનથી તમે સરકાર,ઈઘણસંસ્થાઓ અને તમારી જાતને પણ આ આનીથી છેતરી શકશો..
4.અપશબ્દાશન
સ્ંસ્કારી કે અતિસંસ્કારી પ્રકૃતિના સાધકો અને સાધિકાઓ એ આ આસનના પ્રારંભે અતિઉગ્ર કે અતિ પ્રચંડ થવુ ધાતક સિધ્ધ થાય છે. હદયસંબંધી કે મસ્તિષ્ક સંબંઘી વ્યાધિનો સામનો પણ કરવો પડી શકે છે. પરંતુ જે વિશીષ્ટ સાધકો અપશબ્દોને પોતાની પોતાની જીવનચર્યાના અભિન્ન અંગ તરીકે જુએ છે. અને અભદ્ર કથાવસ્તુવાળી જાળશૃંખલાનુ (વેબ સિરિઝ) નિયમિત સેવન કરે છે તેવા સાધકો પ્રારંભથી જ અતિ ઉગ્રતા ધારણ કરી શકે છે..
આ આસનમા તમને આવી પ્રતિકૂળ પરિસ્થિતિ મા મૂકનાર તમામ તત્વો સાથે પારિવારિક સંબંધોના નૈકટયની કલ્પના કરી વિકટ અતિવિકટ અપશબ્દોનુ ઉચ્ચરણ કરવાનુ રહે છે..
આવા અપશબ્દોનુ રટણ કેવળ મનોમન કે અતિ મંદ સ્વરે કરવાનુ રહે છે જેથી આપણી સંસ્કારિતા અકબંધ રહી શકે.. જો પ્રચંડ અવાજે આ આસનનુ સેવન કરવામા આવે તો રાજદ્રોહના પણ યોગ ઉપસ્થિત થઇ શકે છે
યોગ્યગુરૂ ડો. સ્વપ્નિલાનંદજી કેશવાનંદજી

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •