આજરોજ સર્વોદય મહિલા મંડળ ના પવિત્ર પટાંગણ માં *શ્રી મનસુખભાઇ બારાઈ* દ્વારા ઓખામાં 10 અને 12 માં ધોરણના ટોપ ટેન તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

આ ઇનામો શ્રી વિશ્વ હિન્દૂ પરિસદ ના પ્રેસિડેન્ટ અને લોહાણા અગ્રણી એવા શ્રી *મનસુખભાઇ બારાઈ* તરફ થી આપવામાં આવ્યા હતા. સંસ્થા ના પ્રમુખ ડોકટર *પુષ્પાબેન સોમૈયા* એ દરેક વિદ્યાર્થીઓ ને પર્યાવરણ નું મહત્વ સમજાય એ માટે પેપર કપ માં કોલ્ડ્રિંક્સ આપ્યું હતું. અને ખુબ સારુ પ્રોત્સાહન આપ્યું હતું, જેમાં *જગદીશભાઈ શાસ્ત્રી* જી, ઓખા ના શિક્ષણક્ષેત્રે હંમેશા અગ્રેસર રહેતા *પૂજાબેન દવે* અને ગૌરાંગભાઈ શાસ્ત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા.*શ્રી મનસુખભાઇ બારાઈ* એ વિદ્યાર્થીઓ *શિક્ષણ* નું ખુબ સરસ મહત્વ સમજાવ્યું હતું. ડો. પુષ્પાબેન સોમૈયા, શ્રી મનસુખભાઇ બારાઈ, શ્રી પૂજાબેન દવે, શાસ્ત્રીજી દ્વારા વિદ્યાર્થીઓ ને શિક્ષણ નું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.કાર્યક્રમ ની *આભાર વિધિ* *પૂજાબેન દવે* દ્વારા કરવામાં આવી હતી.

TejGujarati