આ છે દુનિયાનું સૌથી વિચિત્ર ગામ, ગામના બધા લોકો રહે છે જમીન અંદર.- રશ્મિન ગાંધી.

ગુજરાત ભારત સમાચાર

લોકો જ્યારે પોતાનું ઘર બનાવે છે તો તે એવી જગ્યા પસંદ કરે છે, જે ઘણી ખુલી અને આરામદાયક હોય એટલે ત્યાં સુરજની રોશની આવતી હોય તેમ છતા ઘણા માર્કેટ તમે જોયા હશે જે જમીનના નીચે એટલે બેસમેન્ટ હોય છે પરંતુ અમે તમને એક એવા ગામ વિષે બતાવવા જઈ રહ્યા છે જે સંપુર્ણ ગામ ધરતીના અંદર રહે છે આ ગામ દરેકને હેરાન કરે છે, જો કે સાઉથ ઓસ્ટ્રેલિયામાં આ ગામ આવ્યું છે અને નામ ‘કૂબર પેડી’ છે, અહીંના બધા લોકો અન્ડરગ્રાઉન્ડ ઘરોમાં રહે છે પરંતુ તમે એ વિચારશો કે, આ ધરતીની અંદર છે તો અહીં કોઈ સુવિધા હશે કે નહીં, પરંતુ એવું નથી અહીંથી બહાર જોવામાં સાધારણ લાગે છે પરંતું અંદર હોટલ જેવો નજારો છે આ વિસ્તારમાં ઓપલ (દુધિયો કિંમતી પથ્થર) ની ઘણી ખાણો છે લોકો અહીં તેમની ઓપલની ખાલી પડેલી ખાણોમાં રહે છે અહીં જમીનના નીચે ૧૫૦૦ થી વધુ ઘર આવેલા છે મીડિયા રિપોર્ટસ મુજબ, કૂબર પેડીમાં માઈનિંગનું કામ વર્ષ ૧૯૧૫ માં શરૂ થયું હતું વાસ્તવમાં આ એક રેગિસ્તાનનો વિસ્તાર છે, એટલા માટે અહીં ઉનાળામાં તાપમાન ખુબ વધે અને શિયાળામાં ઘણું ઓછુ હોય છે આને કારણે અહીં રહેનાર લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો તેના કારણે લોકોએ માઈનીંગ બાદ ખાલી રહેલી ખાણમાં રહેવાનું ચાલુ કરી દીધું હતું.

TejGujarati