મોઢ બ્રાહ્મણ સમાજનું ગૌરવ ભાવિકા ત્રિવેદી…

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

દેશમાં તથા ગુજરાત રાજ્ય માં કોરોના મહામારી થી જનતા પોતાના સ્વબચાવ માટે અથાગ પ્રયત્નો કરી રહી છે અને સંપૂર્ણપણે લોક ડાઉન નું પાલન કરવામાં પણ સરકાર ને સહયોગ આપી રહી છે ત્યારે સૌથી મોટો પ્રશ્ન યુવાઓ ના શિક્ષણ નો.. પોતાના જ ઘર માં સુરક્ષિત રહી ને શિક્ષણ પ્રાપ્ત કરવા માટે સફળ પ્રયત્ન ભાવિકાબેન ત્રિવેદી દ્વારા કરવામાં આવેલ છે કે જેઓ એક જાગૃત શિક્ષિકા તરીકે ફરજ બજાવી ને રાજ્ય તથા દેશ ના અનેક બાળકો ને પોતાની ઓનલાઇન સેવા પૂરી પાડી ને મોઢ બ્રાહ્મણ સમાજ નું ગૌરવ વધારેલ છે, જે ખરેખર ગૌરવ ની વાત છે સમાજ મા જો દરેક શિક્ષિત મહિલા પોતાની ફરજ બજાવતા શીખી જાય તો આપણો સમાજ અને દેશ વિકાસ કરી શકે છે.
ભાવિકાબેન યોગેશભાઈ ત્રિવેદી ને સમસ્ત મોઢ બ્રાહ્મણ સમાજ નાં સ્થાપક કન્વીર મણિકાંત ત્રિવેદી દ્વારા પણ વિશેષ અભિનંદન પાઠવવા મા આવેલ છે. સાથે જ ઓલ ઇન્ડિયા મોઢ બ્રાહ્મણ એસોસિએશન ના સંસ્થાપક તુષાર ત્રિવેદી દ્વારા પણ ભાવિકાબેન ની ઓનલાઇન શિક્ષણ સેવાઓ ની સરાહના કરવામાં આવી છે.
સમાચાર સેવા
તુષાર ત્રિવેદી
Tejraftargujaratinews.com Tejraftarhindinews.com
Aajkikhabare.com
Mob. 6353689571
Mob. 9545178791

TejGujarati