પ્રજાના પ્રશ્નોને વાચા આપવા ગુજરાતનાં આ ડેપ્યુટી મેયરે તંત્ર સામે દંડો પછાડ્યો . – પંકજ આહીર.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

દેશમાં કોરોના વાયરસે માઝા મૂકી છે ત્યારે ગુજરાતમાં પણ ચોથા ક્રમાંકે ગાંધીનગર કોરોનાગ્રસ્તથી ત્રસ્ત છે, ત્યારે આવનારા સમયમાં નાડ પારખીને ડેપ્યુટી મેયરે તમામ ગાંધીનગરમાં રોડ, રસ્તા ભુવા પડ્યા છે ત્યારે ગાંધીનગર મનપા રામ ભરોસે હોય તેમ કોઈ જ કામ થતા નથી તેવી અનેક ફરિયાદો ડેપ્યુટી મેયરને અપાતા ડેપ્યુટી મેયર નાઝાભાઈ ધાંધરે મીટીંગ બોલાવી હતી ત્યારે પ્રજાના કામો કરો, કેમ ન થાય ? શું તકલીફ છે ? ત્યારે આવા તમામ પ્રશ્નો સાથે ડેપ્યુટી મેયર દંડો પછાડ્યો હતો.

ડેપ્યુટી મેયર નાઝાભાઈ ધાંધરે શુક્રવારના રોજ લીધેલી, મીટીંગમાં ગાંધીનગરના તમામ સેનેટરી ઈન્સ્પેક્ટરો હાજર હતાં ત્યારે શહેરમાં ગંદકી, ભૂવા, ખાડાથી પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે અને વરસાદની સીઝનમાં આવનારા સમયમાં રોગચાળો પણ વધે તેવી ભીતી સેવાઈ રહી છે. ત્યારે ગાંધીનગર હવે કોરોનામુક્ત બનવાની ઝુંબેશ સામે આજે સાફ સફાઈ રોડ રસ્તા પર પડેલા ભૂવા, ગંદકી હટાવવા આહવાન કરવામાં આવ્યું છે ત્યારે ડેપ્યુટી મેયરે આ સંદર્ભે મિટીંગમાં તમામ સેનેટરી ઈન્સ્પેક્ટરોને તાકીદ કરી હતી કે પ્રજા ટેક્સ ભરે છે. પ્રજાના કામ નહીં કરો તો બિલકુલ હું ચલાવી નહીં લઉં. કોઈપણ અધિકારી કર્મચારીને તકલીફ હોય તો મને જણાવે ત્યારે સુત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર મનપા પાસે ત્રિકમ, પાવડો, તગારા જે ચોમાસાની. ઋતુમાં જોઈએ તે સામાન જ નથી ત્યારે કામ થાય કઈ રીતે ? ત્યારે અબજોના બજેટવાળી મનપા અને સ્માર્ટસિટીમાં આલેલે.. સાધન સામગ્રી જ નહીં તેવો ચોંકાવનારી માહિતી પ્રાપ્ત થતાં ડેપ્યુટી મેયરે તમામ વસ્તુ ખરીદીને ચોમાસા પહેલા દરેક સેક્ટરોમાં ભુવા, ગંદકી, ખાડા ક્યાંય દેખાવા જોઈએ નહીં તેવી પણ તાકીદ કરવામાં આવી હતી. ડેપ્યુટી મેયર દ્વારા નાનામાં નાની ઝીણી બાબતોમાં શાળાઓ, ધાર્મિક સંસ્થાઓ બાગ બગીચા, રંગમંચ, જાહેર પાર્કિંગ સ્થળો, શાકમાર્કેટ, શોપિંગ સેન્ટરો, જાહેર શૌચાલયોમાં ક્યાંય ગંદકી ન જોવાય અને ક્યાયે અસુવિધા ન સર્જાય તે જોવા પણ જણાવ્યું હતું ત્યારે સેનેટરી ઈન્સ્પેક્ટર દ્વારા સૂચવવામાં આવેલા મુદાને ધ્યાને લઈને તમામ સાધનો પ્રસાધનો ઉપલબ્ધ કરાવવા ઉચ્ચ અધિકારીને સૂચના આપી હતી ત્યારે નવા વૃક્ષો જે વાવેલા છે તેમાં ટ્રીગાર્ડની ચોરી થતી હોય તો આવા ઈસમો સામે ફરીયાદ કરવા રોડ રસ્તા પર નમી પડેલા વૃક્ષો ભયજનક હોવાથી મોનટરીંગ કરીને તાત્કાલિક ફોરેસ્ટ વિભાગને સાથે રાખીને ટ્રીમીંગ કરવા પણ જણાવ્યું હતું.

મનપા દ્વારા મળેલી આ સૌપ્રથમ મનપા અસ્તિત્વમાં આવ્યું ત્યારે સૌપ્રથમ એસઆઈની બેઠક થઈ હતી ત્યારે ઘણી જ વસ્તુઓ ન હોવાનો બળાપો એસઆઈ દ્વારા કાઢેલ જે ત્વરીતે મેળવી લેવા સ્પષ્ટ શબ્દોમાં ડેપ્યુટી મેયરે જણાવ્યું હતું. આ મીટીંગમાં ડેપ્યુટી મેયર નાઝાભાઈ ધાંધર, ડેપ્યુટી કમિશનર પીસી દવે, સીટી ઈજનેર ભરત પંડ્યા, સેનિટેશન સુપ્રીમ બેન્ડેડ સંદિપસિંહ ગોહિલ, બંને જોનલ ઓફિસર શૈલેશકુમાર એચ. સોમચંદ ઉપસ્થિત રહ્યા હતાં.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •