પોતાની વાત. – હું બોલ્યો…સાચું બોલજે.મુરલીધર આ પેટી તેં જ મોકલી છે ને.

કલા સાહિત્ય ગુજરાત ભારત મનોરંજન સમાચાર

રસ્તામાં તરબૂચ દુકાન માં જોઈ…મેં મારુ એક્ટિવા બાજુ ઉપર ઉભું રાખ્યું…અને ત્યાં ગયો .હું વિચારતો હતો…આ સીઝન માં તરબચુ એક વખત પણ મારા પરિવાર માટે નથી લઈ ગયો…

આખર તારીખ હતી…આગળ પગાર માં કેટલું મોડું થશે એ ખબર ન હતી….

પણ સાથે સાથે વિચાર આવ્યો તરબૂચ ની સીઝન જતી રહેશે…તો.પરિવાર તો સમજુ છે..એ કોઈ દિવસ મને નહિ કહે પપ્પા આ વખતે તરબૂચ કેમ ન લાવ્યા પણ હું આખું વર્ષ મારી જાત ને અપરાધી ગણતો રહીશ

ત્યાં મારી નજર કેરી ની પેટી ઉપર પડી.મેં વિચાર્યું…આ સીઝન ચાલુ થઈ ગઈ કેરી પણ ઘરે નથી લઈ ગયો

કેરી અને તરબૂચ વચ્ચે એક મધ્યમવર્ગીય પરિવાર અટવાયો…તો પણ હિંમત કરી..મેં પૂછ્યું….ભાઈ.કેરી ની.પેટી નો ભાવ શુ છે ?

એ બોલ્યો 900 રૂપિયા..તમારા માટે 850 રૂપિયા..9kg આવશે… એકદમ સાકાર જેવી મીઠી…જુનાગઢ ની…છે બોલો કેટલી પેટી આપું ?

એ બોલતો રહ્યો અને હું વિચાર માં ખોવાઈ ગયો પાકીટ માં ફક્ત રૂપિયા 2000 છે…રૂપિયા 850 ની પેટી ..ના..ના.. ન લેવાય

હું ધીરે થી બોલ્યો છતાં દુકાનદાર સાંભળી ગયો એ બોલ્યો કેમ ના..ના કરો છો….

મેં વાત બદલતા કીધું ..કેરી કાચી છે..આ પહેલા લઈ ગયો હતો 10 દિવસે માંડ પાકી હતી….

મન માં તો હું જાણતો હતો..ગયા વર્ષે પેટી લીધી હતી..આ વર્ષે તો હજુ શુકન પણ ક્યાં કર્યું છે…?

પણ આજુબાજુ ઉભેલા માં વટ તો મારવો પડે….

અને આ તરબૂચ નો શુ ભાવ…છે ? મેં કેરી તરફ થી ધ્યાન બીજી તરફ વાળ્યું

20 રૂપિયે કિલો…

હું ખુશ થયો…મન માં બોલ્યો આ આપણા બજેટ માં ફિટ થાય છે એટલે મેં મોટું તરબૂચ ગોત્યુ…

મન માં વિચાર્યું….કાલે રવિવાર છે આજે રાત્રે સમારી ફિજ માં મૂકી દઈશ અને રવિવારે બપોરે બધા આનંદ થી સાથે ખાશું…

દુકાનદાર જોર થી બોલ્યો.. સાહેબ સાત કિલો થાય છે..

હવે તો.કોઈ સાહેબ કહે તો પણ ગાળો આપતો હોય તેવું લાગે છે…અહીં અમને ખબર છે આખર તારીખ માં ટુથ પેસ્ટ ઉપર વેલણ ફેરવિયે છીયે ..બ્લેડ નો પણ કસ છેલ્લા દિવસો માં કાઢવા જતા લોહી લુહાણ થઇ જઇયે છીયે..

અહીં અંડરવેર પણ બહાર ની દોરીએ સુકવાય નહિ તેવી દશા અને દિશા મધ્યમવર્ગ ની થઈ ગઈ છે..

અને આ લોકો સાહેબ..સાહેબ કરી અને આપણી હવા ભરે…છે..

મેં પણ કોલર ઉંચી કરી કીધું. જેટલું થાય એટલું કરી દે…મન માં તો ટોટલ રકમ ગણી લીધી હતી ચલો 140 રૂપિયા માં રવિવાર ઉજવાઇ જશે…

અંદર થી ખુશી સાથે.. હું તરબૂચ લઈ ઘરે પહોંચ્યો..

બાળકો ખુશ થઈ ગયા….

હજુ મારી પત્ની મને ઠડું પાણી આપે છે..ત્યાં મારી નાની દીકરી કહે પપ્પા…સ્કૂલ ની વાન વાળા અંકલ આવ્યા હતા….

મારી પત્ની બોલી..હજુ પપ્પા ને બેસવા તો દે….

હું સમજી ગયો હતો ચાર મહિનાનું વાન નું ભાડું લેવા આવ્યો હશે..હાથ મા પકડેલ ઠંડુ પાણી જાણે ગરમ થઇ ગયું હોય તેવો અનુભવ થયો છતાં પણ હિંમત હાર્યા વગર મેં કીધું..હવે એ અંકલ આવે તો મારો મોબાઈલ નંબર આપી દેજે હું વાત કરી.લઈશ.

અહીં રોજ સવાર પડે મુસીબતો નું લિસ્ટ સામે હોય. સાંજ પડતાં તો લડતા લડતા થાકી જઇયે..અને સવારે બીજું લિસ્ટ તૈયાર હોય. અહીં મુસીબત સાથે લડતા લોકો શીખી ગયા છે…..હવે કોઈ કોરોના સાથે લડવા ની વાત કરે ત્યારે હસવુ આવે….સાથે કહેવાની ઈચ્છા પણ થાય આવી જા કોરોના તું પણ બાકી ન રહેવો જોઈએ…

શનિવારે રાત્રે આખો પરિવાર આનંદ સાથે તરબૂચ સમારવા બેઠું…જેવા તરબૂચ ના બે કટકા થયા ત્યાં….

તરબૂચ મધ્યમવર્ગીય પરિવાર ના નસીબ જેવું નીકળ્યું…

સાત કિલો તરબૂચ મા ખાઈ શક્યે તેવો ભાગ માત્ર કિલો પણ નહીં..આખું તરબૂચ સફેદ વચ્ચે નો ખોબા જેવો ભાગ લાલ ખાવા જેવો…

ઘર ના બધા મારી સામે જોવા લાગ્યા…જાણે તરબૂચ મેં બનાવ્યું હોય…..મેં પણ ભગવાન ની સામે જોઈ ધીરે થી કીધું …હે ભગવાન સરકાર તો મધ્યમ વર્ગ ની મજાક ઉડાવે છે..હવે તેં પણ ચાલુ કર્યું….?

મારી પત્ની ધીરે થી બોલી દુકાનવાળો છેતરી ગયો…

મેં કીધું…ડાર્લિંગ..આપણે એક તરબૂચ ખરાબ નીકળ્યું તે પણ દુકાનદારે નથી બનાવ્યું ..છતાં એ છેતરી ગયો એમ કહીયે છીયે..

પણ ક્યારેય આ નેતાઓને આવું કીધું જેઓ ને આપણો કિંમતી મત આપી ચુટીએ છીયે પછી પાંચ વર્ષ સુધી એ લોકો આપણનેેે મૂર્ખ બનાવી છેતરે રાખે છે..

મેં પરિવાર ને હિંમત આપતા કીધું ચિંતા ન કરો કાલે નવું તરબૂચ કપાવી ને આવીશ…..

ત્યાં મારી નાની છોકરી બોલી..પપ્પા તરબૂચ કરતા કેરી જ લઈ આવજો…..હું..તેની સામે જોઈ રહ્યો….તેને કેમ સમજાવવું…કે હવે પુરા બે હજાર રૂપિયા પણ પાકીટ માં નથી…

ત્યાં મારી પત્ની..મારી આબરૂ બચાવવા વચ્ચે બોલી..બેટા આ વખતે કોરોના ના કારણે કેરી આપણે ન ખાવી જોઈએ.

હું ભીની આંખે તરબૂચ સામે જોઈ ઉભો થયો….ખૂણા માં રાખેલ ભગવાન ની મૂર્તિ સામે જોઈ મનમાં બોલ્યો હે ભગવાન કાં તો ભિખારી બનાવ કાં ધનવાન બનાવ..આમ વચ્ચે લટકતો અમને તું ન રાખ. ગાલે તમાચા મારી લાલ મોઢું રાખતા હવે થાક લાગે છે…આ મારી નાની છોકરી ને તું જ હવે જવાબ આપ….. કેરી ખવાય કે ન ખવાય…?

ત્યાં ઓચિંતો ડોર બેલ વાગ્યો….

મેં બારણું ખોલ્યું….એક વ્યક્તિ કેરી ની પેટી લઈ ઉભો હતો…

પંચાલ સાહેબ નું ઘર…

મેં કીધું ભાઈ ગાળો ન આપ

એ બોલ્યો… સાહેબ મેં ક્યાં ગાળો દીધી…

સાહેબ ન કહે બાકી બધું કહે ચાલશે.. બોલ શુ હતું.

આ કેરીની પેટી….આ પરચી માં સિગ્નનેચર કરો…

મેં જોયું..તો અમારી સ્ટાફ ની સોસાયટી એ આ વખતે બધાને બે કેરી ની પેટી મોકલી હતી….

ખૂણા માં રાખેલ ભગવાન ની મૂર્તિ સામે જોઈ હું બોલ્યો…સાચું બોલજે..

*મુરલીધર આ પેટી તેં જ મોકલી છે…..*

ઘર માં. આનંદ છવાઈ ગયો…ત્યાં મારી નાની છોકરી બોલી પણ પપ્પા કેરી તો ન ખવાય એવું મમ્મી હમણાં કહેતી હતી…

મેં તેના માથે હાથ ફેરવી કીધું..બેટા આ સ્પેશ્યલ દવા છાંટી તારા માટે જ મંગાવી છે…

હું અને મારી પત્નિ ભગવાન ની મૂર્તિ સામે ભીની આંખે જોઈ બોલ્યા પ્રભુ આ મધ્યમવર્ગ જીવે છે ફક્ત તારા ભરોસે …અમારી શ્રદ્ધા ડગી જાય તેવું વાતવરણ ઉભી થઇ રહ્યું છે…..

મેં સ્માઈલ આપતા કીધું હે પ્રભુ હવે તારી કસોટી છે..

જોઈએ તું જીતે છે કે અમે હારીયે છીયે….

ચોપાટ માંડી છે તારણહાર તે…

હારીશ નહીં થાકિશ જરૂર

ફેંકવા એમ ફેંકજે પાસા

દાવ મારો પણ બાકી છે

હારવા રમ્યો નથી જીત મારી પાકી છે

આજ ભલે પડે અવળા પાસ મારા

કાલ તો હજી મારી બાકી છે….

🙏🏻*

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •