ખાસ નોંધ. તારીખ:- ૨૧-૬-૨૦૨૦ ના રોજ અમાસ નું સૂર્યગ્રહણ..શું સાવધાની.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

*****ખાસ નોંધ*****
તારીખ:- ૨૧-૬-૨૦૨૦ ના રોજ સૂર્યગ્રહણ અમાસ ના દિવસે થવાનું છે આ ગ્રહણ સવારે ૧૦:૧૧ થી ૧૩:૩૩ કલાક ચાલવાનું છે આ સમય માં પૃથ્વી પર કિરણો ભયંકર પડતા હોય છે અને આના વાઇબ્રેશન હવામાં બહુ ભયાનક અને બહુ નેગેટિવ હોય છે. આ ગ્રહણ ભારત દેશ પૂર્ણ પણે દેખાશે આ ગ્રહણ નો વેધ ભારત દેશ માં લાગશે અને સૂતક પણ લાગશે માટે ગ્રહણ ને અવશ્ય પાળવાનું રહેશે. ગ્રહણ થવાના ૧૨ કલાક પેહલા ભોજન ન લેવું અને ૩ કલાક પેહલાં જળ નો ત્યાગ કરવો આ સમય માં ઘર માં રાંધેલું ભોજન રાખવું આ સમય ઘર માં ઘી, તેલ, ગોળ, દૂધ,અનાજ , વપરાશ ના પાણી ને ખુલ્લાં ન રાખવા તેમાં દાભ (ધરો) રાખવો શક્ય હોય ત્યાં સુધી ગ્રહણ માં ઘર ની બહાર ન નીકળવું. ગ્રભવતી સ્ત્રીએ તો કોઈ કાળે બહાર ન જ નીકળવું. આ સમય માં ઘર માં કોઈ ચીજ વસ્તુઓ ને અડકવું નહી આ સમય માં માત્ર ને માત્ર ભક્તિ ભજન કરવાનું હોય છે આ સમય માં ધૂન, જાપ, મંત્ર અને કીર્તન કરવા અને આ સમય માં કરેલી ભક્તિ નું ફળ અનેક ઘણું ફળ મળતું હોય છે ગ્રહણ મુકાઈ ગયા પછી વસ્ત્ર સહિત સ્નાન કરવું પછી યથાશક્તિ દાન કરવું. જો ગ્રહણ ન પાળો તમને સૂતક લાગે છે પછી તમે જે કંઈ પૂજા , વિધિ કરો તેનું કાઈ ફળ મળતું નહીં અને ગ્રહણ સમય માં તમારા શરીર પર ધારણ કરેલાં ગ્રહ ના રત્નો પણ ઉતારી નાખવા… આ ગ્રહણ બીમારવૃધ્ધ, નાના બાળકો થી ન પાલન થાય તો કોઈ દોષ લાગતો નથી બને એટલું શક્ય હોય તે પાળવાનું પ્રયાસ કરવો.
આ ગ્રહણ પાળવાનું હિન્દુ શાસ્ત્ર માં આપણા ઋષિ મુનિ અો બતાવેલું છે આ ગ્રહણ ન પાળે તેણી અસર પૃથ્વી પર અને માનવ શરીર પર જોવા મળતી હોય છે. શાસ્ત્ર ની વાતો પર ક્યારે તર્ક કરવો નહિ તર્ક કરતાં પેહલા શાસ્ત્ર નો અભ્યાસ કરવો..
અગાઉ પણ ૨૬/૧૨/૨૦૧૯
ના રોજ સૂર્યગ્રહણ થયેલું આ ગ્રહણ પણ સાડા ત્રણ કલાક ચાલેલું અને તેણી અસર પૃથ્વી વાસીઓ ને કોરોના વાઇરસ રૂપે મળી છે…….. જય શ્રી કૃષ્ણ

TejGujarati