બારણા પર ટાંગ્યું છે “WEL-COME”નું બોર્ડ– કોઇ આવે તો ક્યે નહિં કે ‘આવ’.એને નડ્યો છે એનો સ્વભાવ.

ગુજરાત ભારત સમાચાર

એને નડ્યો છે એનો સ્વભાવ

ઇગોના આલીશાન મહેલો ચણીને એણે બાંધ્યા છે ભ્રમના તળાવ

એને નડ્યો છે એનો સ્વભાવ

પ્લાસ્ટિકના ફૂલોથી મઘમઘતી રાખે છે ડેકોરેટેડ ફૂલછાબ

એક બેલ મારે ત્યાં ચાર જણ પૂછે કે “और कुछ चाहिये हैं सा’ब”

મલમ લગાવે છે જેમ જેમ

એમ એમ ઊંડા થયા છે એના ઘાવ

એને નડ્યો છે એનો સ્વભાવ

ઇગોના આલીશાન મહેલો ચણીને

એણે બાંધ્યા છે ભ્રમના તળાવ

એને નડ્યો છે એનો સ્વભાવ

દરિયામાં ડૂબકી લગાવે પણ શર્ત –

એનું પાણી ના હોવું જોય ખારું

રેઈનકોટ પહેરીને ભીંજાવા નીકળે ને સૂરજમાં શોધે અંધારું

બારણા પર ટાંગ્યું છે “WEL-COME”નું બોર્ડ–

કોઇ આવે તો ક્યે નહિં કે ‘આવ’…

એને નડ્યો છે એનો સ્વભાવ….

– કૃષ્ણ દવે

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •