પહાડ નદી નાળાં સરવર ને ઝરણાં સૌનો સંગીતમય શોર ત્યાં વાગે છે માણસ હોવાનું કર્તવ્ય સમજીએ પૃથ્વી આજ હવે કંઇક માંગે છે.- પૂજન મજમુદાર.

સમાચાર

પૃથ્વી આજ હવે કંઇક માંગે છે
અદ્રશ્ય આંખે એ કંઇક તાગે છે

આ લીલાછમ બાગ બગીચાઓ
લીલાશ કાયમ રાખવા માંગે છે

હવામાં પ્રસરી ગયું છે ધીમું ઝેર
મદારીની જરૂર હવે જ લાગે છે

શરૂ થઈ ગયો છે એજ શોરબકોર
સૌ એકબીજાથી આગળ ભાગે છે

પહાડ નદી નાળાં સરવર ને ઝરણાં
સૌનો સંગીતમય શોર ત્યાં વાગે છે

માણસ હોવાનું કર્તવ્ય સમજીએ
પૃથ્વી આજ હવે કંઇક માંગે છે

પૂજન મજમુદાર ૦૫/૦૬/૨૦૨૦

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •