નાટક, સિરિયલ,ફિલ્મ,વેબસિરિઝ અને હિન્દી આલ્બમ ગીત નો એક નવો ગુજરાતી ચેહરો :- ઋત્વિક પટેલ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

ગુજરાતી સિનેમા અને ગુજરાતી સિરિયલ માં અત્યારે આપણા ગુજરાતી કલાકારો નો ખૂબ દબદબો બની રહ્યો છે અને ગુજરાત ના તથા દરેક દેશ ના ખૂણે ખૂણે વસતા ગુજરાતીઓ અત્યારે ગુજરાતી મનોરંજન ને પસંદ કરી રહ્યા છે.
નાટક માં બેકસ્ટેજ અને પ્રોડક્શન ના કામ થી પોતાના કામ ની શરૂવાત કરતા ઋત્વિક પટેલ હાલ માં ગુજરાતી સિરિયલ, વેબ સિરીઝ અને ગીત માટે એક પસંદગી નો ચેહરો બની રહ્યા છે.

પ્રખ્યાત ગુજરાતી નાટક “એમ પૂછી ને થાય નહીં પ્રેમ” , “મેઘધનુષ” અને “જો બકા ભગવાન માં તો માનવું જ પડે” માં અગત્ય ના રોલ કરી સાથે જ પ્રોડક્શન ની જવાબદારી પણ ખૂબ જ સહજતા થી સ્વીકારી ને આગળ વધવા ની ધગશ એ ઋત્વિક પટેલ ને આજે કલર્સ ગુજરાતી માં આવતી સિરિયલ “દીકરી વ્હાલ નો દરિયો” અને “મહેક” માં અભિનય ના ઓજસ પાથરી રહ્યા છે.

ગુજરાતી ફિલ્મોમાં પણ ઋત્વિક પટેલ ખૂબ સારા અભિનય થી નામના મેળવી રહ્યા છે જેમાં ગુજરાતી ફિલ્મ “કમ ઓન બકા” જેવા ફિલ્મો શામેલ છે. આ સાથે જ ઋત્વિક પટેલ હિન્દી ફિલ્મો, અને હિન્દી આલ્બમ ગીત માં પણ કામ કરી રહ્યા છે.

હાલ માં જ ઉત્તરાખંડ ના રમણીય સ્થળો પર જેનું શૂટિંગ કરવામાં આવ્યું છે તેવા હિન્દી ગીત માં ઋત્વિક પટેલ મુખ્ય અભિનેતા તરીકે અભિનય કરી રહ્યા છે. ગીત ના શબ્દો છે…જબ સે તુમકો કરીબ દેખા હૈ….

આ ગીત પ્રખ્યાત બૉલીવુડ ગાયક શાહિદ માલ્યા દ્વારા ગાવા માં આવ્યું છે જેનું દિગ્દર્શન અરવિંદ પંવાર એ કર્યું છે. આ ગીત માં ઋત્વિક પટેલ અને આકાંશા બલોડી મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યા છે અને જે અત્યારે ભારત ની સૌથી મોટી મ્યુઝિક કંપની T- Series ના ઑફિશયલ youtube પેજ પર મુકવા માં આવ્યું છે અને અત્યારે જેના ૪ લાખ થી પણ વધારે વ્યૂસ થયા છે. આ ગીત અત્યારે દરેક સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહ્યું છે. જોવા માટે youtube પર આ લિંક ને ક્લિક કરો.

TejGujarati