ગાંધીનગરના રાજમાર્ગો પર અત્યારે સર્વે અને સંશોધન ચાલી રહ્યું છે… જેમાં અનલોક 1 પછી ધંધા.. રોજગાર ચાલુ કરીને અર્થતંત્રને પાટે ચઢાવવા પ્રયાસ થઈ રહ્યા છે. ત્યારે જિયો દ્વારા ટૂંક સમયમાં ફાઈબર ઓપ્ટીકલની જાળ બિછાવવામાં આવનાર છે. તેનાં માટે એજન્સીનાં કર્મીઓ દ્વારા જમીનમાં બીજી કઈ કઈ અને કેટલી લાઇનો જઈ રહી છે. તેનો આધુનિક ટેકનોલોજી અને મશીનથી અભ્યાસ કરવામાં આવી રહયો છે.
