કોરોનાગ્રસ્ત લોકડાઉન ખુલ્યા બાદ જિનાલય ઉપાશ્ર આદિમાં આવનારા આરાધકો અંગે જરૂરી સૂચનો

સમાચાર

પગ ધોવાની વ્યવસ્થા માં હુંફાળું પાણી કરી થોડું મીઠું ભેળવી એનો ઉપયોગ કરવો.
હાથ સાફ કરવા કેમિકલયુક્ત સેનિટાઇઝર ના વિકલ્પ માં
ગરમપાણી 8 લિટર
ફટકડી પાવડર 1.5 કિલો
લવિંગ પાવડર 0.100ગ્રામ
કપૂર પાવડર 0.100 ગ્રામ
આ દ્રાવણ રોજે રોજ નું જરૂરિયાત મુજબ બનાવી સ્પ્રે બોટલ માં ભરી વાપરી શકાય
આપણાં જિનાલય માં લગભગ દરેક સામગ્રી ધાતુ ની હોય છે તેને ઉપરોક્ત દ્રાવણ થી સાફ કરવા
દરેક આરાધકો થાળી વાટકી પોતાના ઘરે થી લાવી ને જ વાપરે.
પક્ષાલ પૂજા થોડા સમય માટે લાભ લેનાર ફક્ત 5 જણ જ કરે.
પરસ્પરનું અંતર રાખવા માર્કિંગ કરવા અથવા ટોકન આપવા
આવનાર આરાધક ને જરાપણ તાવ વિગેરે ની શંકા જણાય તો તોએ આવવું નહીં કદાચ ભાવનાશીલ બની આવે તો તેઓ આપણાં જ સમાજ માટે મોટા નુકશાન કર્તા થશે
ધૂપ, દિપક, દર્પણ, પંખો, ચામર આદિ થોડા થોડા સમયે ઉપરોક્ત દ્રાવણ થી સ્વચ્છ કરવા

ચૈત્યવંદન આદિ ક્રિયા કર્યા બાદ ફળ નૈવેદ ચોખા પોતાની જાતે જિનાલય ની બહાર રાખેલ વ્યવસ્થા માં મૂકે.
મુખકોશ 8 પડ વાળો બાંધવાનો આગ્રહ રાખવો.
કોઈ પણ પ્રકારના માસ્ક જિનાલય માં પહેરવા નહીં
દરેક આરાધકો માટે શરૂઆત માં થર્મલ ટેસ્ટિંગ માટે ના માસિક કાર્ડ બનાવી આપવા તેમાં દરરોજ નોંધ થાય જેથી કદાચ કોઈ સંક્રમીત આવી જાય તો આગળ ની કાર્યવાહી માં અનુકૂળતા રહે
પ્રથમ વખત પૂજા કરવા આવનારા દરેક આરાધકો ના આધાર કાર્ડ ની ઝેરોકસ લેવી અને રેકોર્ડ રાખવો
સંસ્થાકીય સ્ટાફ ઓછો હોવાના કારણે કાજો આદિ કાર્ય માટે આરાધક પરિવાર નીબહેનો ને 1 દિવસ ફરજીયાત આવવાનું ગોઠવવું
અંગલૂછના અને પાટ લૂછના ધોવાની વ્યવસ્થા ગોઠવવી.
જિનાલય માંગલિક કરતા પૂર્વે ઉપરોકત દર્શાવેલ દ્રાવણ થી સ્વચ્છ કરવું જરૂરી છે
સુરક્ષા વ્યવસ્થા ના કારણે જરૂરી હોય ત્યાં પરમાત્મા ના અંગીયા કપાળી આદિ પહેલાથી કાઢી લેવા.
ભંડાર આદિ ખુલા રાખવા ભંડાર ની રકમ પુરવા બધા પેઢી માં રાખેલ વ્યવસ્થા નો ઉપયોગ કરે
ધાતુના બધા પ્રતિમાજી ની નોંધ કરી જે વધુ પ્રાચીન ભગવાન છે તેની જાળવણી અંગે વિશેષ ધ્યાન આપવું
બહાર નીકળતા નમણ ની વ્યવસ્થા હોય છે તે નહીં રાખવી.

સાધુ સાધ્વીજી ભગવંતો જિનાલય માં દર્શનાર્થે પધારે ત્યારે આરાધકો એ વિવેક પૂર્વક વર્તી વ્યવસ્થા આપવી.
પૂજારી,પગી,ઘાટી વિગેરે ના કપડાં રોજ ધોઈ ને વાપરે એવો આગ્રહ રાખવો.
બુટ ચંપલ અને છત્રી ની વ્યવસ્થા ચિવટ પૂર્વકની દૂર રાખવી.
જિનાલય બહાર ભીક્ષુઓ ને દૂર બેસવા ની સૂચના આપવી.
પક્ષાલ ના દૂધ અને ફૂલની ખાલી થેલી જાતે જ બહાર કચરાપેટી માં નાખે
જેઓ એ ઘાતુ ના પ્રતિમાજી ઘરે બિરાજમાન કર્યા છે તેઓ ની અનુકૂળતા હોય તો સંસ્થા તરફથી સૂચના ના મળે ત્યાં સુધી ઘરે બિરાજમાન રાખી આરાધના કરે. જેથી જાહેર સ્થાનો માં સરકારશ્રી ના નિયમો નું પાલન થઈ શકે
જેઓએ ઘરે પરમાત્મા બિરાજમાન કર્યા છે તેઓ એ આવેલ દેવદ્રવ્ય અને ફળ નૈવેધ વેચાણ ની રકમ જે સ્થાન માંથી પરમાત્મા આવ્યા હોય તે સ્થાન માં જમા કરાવી રસીદ લેવી.
લોકડાઉન ના સમય માં આપણાં ઘણા ફાજલ ખર્ચાઓ
બંધ થયા હતા.
સંસ્થાકીય વહીવટમાં ખર્ચો વધ્યો અને આવક નહિવત હોવાંના કારણે સ્વેચ્છાએ સાધારણ ખાતે લખાવવા અનુરોધ છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •