ભગવાન શિવને પ્રિય છે આ મંત્ર, નિયમિત જાપથી થાય છે શીધ્ર પ્રસન્ન.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

શિવજીને પ્રિય છે આ મંત્ર, નિયમિત જાપથી થાય છે શીધ્ર પ્રસન્ન બધા જ દેવી દેવતાઓ માંથી શિવજી એવા ભગવાન છે જે પોતાના ભક્તોની ભક્તિથી ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. શિવલિંગ પર નિયમિત જળ ચડાવનાર જીવનની તમામ બાધાઓ દૂર થઈ જાય છે. તેના કેટલાક ખાસ મંત્ર પણ છે કે તેના નિયમિત જાપથી સફળતા, સુખ-સમૃદ્ધિ મળે છે અને બધી જ મનોકામના પૂર્ણ થઈ જાય છે. ભગવાન શંકરના આ મંત્રો સરળ છે, એકાદ દિવસમાં તમને તે કંઠસ્થ પણ થઈ જશે. આ મંત્રનો જાપ તમે રૂદ્રાક્ષની માળા થી કરી શકો છો.

સવારે ઊઠીને સ્નાનાદિ કરી પૂર્વ અથવા ઉત્તર તરફ મુખ રાખી બેસવું અને ત્યારપછી શિવલિંગ પર જળ અને બીલીપત્ર ચડાવવા.

સાથે જ આ મંત્રનો જાપ કરવો.

મંત્ર.

પ્રૌ. હ્રીંમ. ઠ:

ૐ નમ: શિવાય

ઉર્ધ્વ ભૂ ફટ.

નમો નીલકંઠરાય

ૐ પાર્વતી પતયે નમ:

ૐ હ્રીં હ્રીં નમ: શિવાય

ૐ નમો ભગવતે દક્ષિણામૂર્તયે મહાં મેધા પ્રયચ્છ સ્વાહા

જ્યો.લાલિતદાદા રાજગુરુ.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •