ગાંધીનગર શહેરમાં વરસાદથી વાતાવરણ ઠંડક. ગાંધીનગરમાં ૭ મી.મી અને દહેગામમાં ૧૫ મી.મી વરસાદ નોંધાયો

સમાચાર

ગાંધીનગર: સોમવાર:
ગાંધીનગર જિલ્લામાં આજના દિવસમાં ગાંધીનગર અને દહેગામ તાલુકામાં વરસાદની અમી દષ્ટિ થઇ છે. ગાંધીનગરમાં આજે બપોરના ૪.૦૦ કલાક થી સાંજના ૬.૦૦ કલાક સુધીમાં ૭ મી.મી વરસાદ નોંધાયો છે. તેમજ દહેગામ તાલુકામાં ૧૫ મી.મી વરસાદ નોંધાયો છે. આ સમયમાં માણસા અને કલોલ તાલુકામાં વરસાદ નોંધાયો નથી.
ગાંધીનગર શહેરમાં છેલ્લા ત્રણ – ચાર દિવસથી વરસાદી માહોલ બંધાઇ ગયો છે. દિવસ દરમ્યાન ઉકળાટ થાય છે. સાંજ પડે એટલે નગરજનોને ઠંડા પવનનો અહેસાસ થતો હતો. બે દિવસ મેધરાજાની સવારની ગાંધીનગરમાં પરોઢિયું થતાંના સમયે આવી હતી. આજે સવારથી વાદળછાયું વાતાવરણ અને ઉકાળનો માહોલ હતો. સાંજના ૪.૦૦ કલાકની આસપાસ અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. ભારે પવન સાથે વરસાદ આવવાની શરૂઆત થઇ હતી. ગણતરીની મિનિટ સુધી આવેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક વ્યાપી જવા પામી હતી. સર્વે નગરજનોમાં આનંદનો માહોલ છવાઇ ગયો હતો.
ગાંધીનગર જિલ્લામાં આજે ચાર તાલુકામાં સવારથી સાંજના ૪.૦૦ કલાક સુધી વરસાદનું એક પણ ટીપું પડયું ન હતું. પરંતુ સાંજના ૪.૦૦ કલાકની આસપાસના સમયમાં વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. ગાંધીનગર શહેરમાં ગણતરીની મિનિટ માટે પવન સાથે મેધરાજાની સવારી આવી પહોંચી છે. થોડાક સમયમાં તો વરસાદનું જોરદાર ઝાપટું આવ્યું હતું. વરસાદના લાભથી કલોલ અને માણસા તાલુકો બાદ રહ્યો હતો. ગાંધીનગરમાં ડિઝાસ્ટર મામલતદારની કચેરીમાં સાંજના ૪ થી ૬ કલાકના આંકડા મુજબ ગાંધીનગરમાં ૭ મી.મી અને દહેગામમાં ૧૫ મી.મી વરસાદ નોધાયો છે.

—————————————-

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •