ઓખા ખાતે 8 જૂન – વર્લ્ડ ઓસિયન ડે, એટલે કે વિશ્વ સમુદ્રી દિવસની ઉજવણી કરવામાં આવી.

ગુજરાત ભારત

આજરોજ ઓખા ખાતે 8-જૂન -વર્લ્ડ ઓસિયન ડે એટલે કે વિશ્વ સમુદ્રી દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઓખા નાં નગરપાલિકા નાં શિક્ષિકા પુજા બેન દવે કે જેઓ શિક્ષણ ક્ષેત્રે હંમેશા અગ્રેસર રહી ને, વિદ્યાર્થીઓ ને આગળ વધારે છે એમણે અને એમના વિદ્યાર્થીઓ એ સારી એવી જહેમત ઉઠાવી હતી.ઓખામાં દરિયાઈ ગાય બચાવો અભિયાનમાં જોડાયેલા વિદ્યાર્થીઓએ ‘વિશ્વ મહાસાગર દિવસ’ ની કરી ખાસ રીતે ઉજવણી
૮-જૂન, ૨૦૨૦- સોમવારભારતીય વન્યજીવન સંસ્થાન ના વળતર વનીકરણ ફંડ મેનેજમેન્ટ અને પ્લાનિંગ ઓથોરિટી ના એક પ્રોજેક્ટ “ભારતમાં ડુગોંગ્સ અને તેમના રહેઠાણોની પુનઃ પ્રાપ્તિ – એક સંકલિત સહભાગી અભિગમ” માં કાર્યરત પ્રાચી બેન હિતકર અને સમીહા પઠાણ, ઓખા નાં શિક્ષિકા પૂજાબેન દ્વારા ‘વિશ્વ મહાસાગર દિવસ’ વિશિષ્ટ રીતે ઉજવાયો જેમાં પ્રોજેક્ટ દ્વારા ચુંટાયેલ નગરપાલિકા સંચાલિત ઓખા પ્રાથમિક શાળાના ‘ડુગોંગ સ્વયંસેવક’ વિદ્યાર્થીઓ અને તેઓ નાં શિક્ષિકા પૂજા દવે અને ઓ એ દરિયા કાંઠાનાં વિસ્તારોમાંથી પ્લાસ્ટિક અને દુષિત કચરાની સફાઈ કરી હતી. આ કાર્યક્રમ સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરતા થયો હતો.પ્લાસ્ટિક ખાસ કરીને દરિયાઇ ગાય સાથે દરેક સમુદ્રી જીવોને નુકશાન પહોંચાડે છે. તૃણાહારી સસ્તન પ્રાણી દરિયાઇ ગાય સમુદ્રી જીવ છે, જેની પ્રજાતી ભયના આરે આવીને ઉભી છે. તેનો વસવાટ સૌથી વધુ પ્લાસ્ટિક કચરાથી પ્રદુષિત થઈ રહ્યો છે.
વિશ્વ મહાસાગરનો દિવસ ૮ મી જૂને વાર્ષિક ધોરણે યોજાય છે. આ દિવસ વિવિધ પ્રકારે ચિહ્નિત થયેલ છે, જેમાં નવી ઝુંબેશ અને પહેલ શરૂ કરવી, બીચ ક્લિનઅપ્સ, શૈક્ષણિક અને સંરક્ષણ ક્રિયા કાર્યક્રમો શામેલ છે.
યુવાનો વધુને વધુ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. ભારતીય વન્યજીવ સંસ્થા ના ડુગોંગ પ્રોજેકટ રિસર્ચસે “પ્લાસ્ટિક ફ્રી સમુદ્ર” ની કામગીરીમાં મદદરૂપ સૌ સ્વયં સેવક અને હિસ્સેદારો નો આભાર વ્યક્ત કર્યો હતો.https://secureservercdn.net/160.153.138.71/lve.0d7.myftpupload.com/wp-content/uploads/2020/06/VID-20200609-WA0017.mp4?time=1591675972

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •