માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા, ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાના માર્ચ-2020 ના ઉમેદવારોનું પરિણામ તા. 09/06/2020 ને મંગળવાર ના રોજ સવારે ’08-00 કલાકે બોર્ડની વેબસાઈટ પર મુકાશે.

સમાચાર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ , ગાંધીનગર અખબારી યાદી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર અખબારી યાદી જણાવે છે કે માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા, ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાના માર્ચ-2020 ના ઉમેદવારોનું પરિણામ તા. 09/06/2020 ને મંગળવાર ના રોજ સવારે ’08-00 કલાકે બોર્ડની વેબસાઈટ www.gseb.org પર ઓનલાઈન પ્રસિદ્ધ કરવામાં આવશે જેની વાલીઓ / વિદ્યાર્થીઓએ નોંધ લેવી.

વધુમાં જણાવવાનું કે ધોરણ -10 અને સંસ્કૃત પ્રથમા માર્ચ-2020 ના ઉમેદવારોના ગુણપત્રક વિતરણની તારીખ હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે, તથા ગુણ ચકાસણી અને દફતર ચકાસણી વગેરે સુચનાઓ પત્ર અલગથી પ્રસિદ્ધ કરી સંબંધિત ને જાણ કરવામાં આવશે જેની સર્વે નોંધ લેવી.

TejGujarati