કલા સાથેનો બાળપણથી જ સીધો સંબંધ તથા વળગણ પણ. – ચેષ્ઠા ત્રિવેદી.

ભારત સમાચાર

ચેષ્ઠા ત્રિવેદી

અભ્યાસ :- Msc Physics

કલા સાથે નો બાળપણ થી જ સીધો સંબંધ તથા વળગણ પણ,

વિજ્ઞાન ના અભ્યાસુ હોવા થી શાળા – કોલેજ ના સમય માં કલાકર્મ કરવાની ફુરસત મહદઅંશે ઓછી જ મળતી

પણ હવે બહુજ ચોક્કસપણે કલા ને સમર્પિત થઈને કાઠું કાઢવું જ છે એવા જુસ્સા થી કામ કરવું છે.

સાંપ્રત સમાજ ની વેદના હોય કે પછી કોઈ પારંપરિક ઉત્સવ ની ઉજવણી હોય

સમુદ્ર ના ઊંડાણ થી લઈને પર્વતો ના શિખરો સુધી તમામ વિષય, વસ્તુ કે બાબત ને મારી કલા થી લોકભોગ્ય તેમજ હ્રદયસ્પર્શી રીતે રજૂ કરવી છે.

આપ સૌનો જે સહકાર સાંપડ્યો છે એ માટે હું સૌની આભારી છું બસ આજ રીતે મારો અને મારા તમામ સહકર્મીઓ નો ઉત્સાહ વધારતા રહેજો.

પ્રાસંગિક વાત કરીએ તો

કોરોના નો ડર માનસિક રીતે માણસ ને વધુ ક્ષીણ બનાવે છે એટલે આયુર્વેદમાં વિશ્વાસ કેળવી ને પોતપોતાની રોગપ્રતિકારક શક્તિ ની જવાબદારી આપણે જાતે લઈએ અને આપણાં આસપાસ ના લોકો ને એ અંગે પ્રોત્સાહિત કરીએ તો કદાચ પરિસ્થિતિ નો સામનો કરવો વધુ સરળ બની શકે.

સરકાર શ્રી ની માર્ગદર્શિકા નું પાલન તો અવશ્યપણે કરવું.

– ચેષ્ઠા ત્રિવેદી.

TejGujarati