અમદાવાદમાં રહેતા કિન્નરીબેન ભટ્ટ દ્વારા આજે પર્યાવરણ દિવસની અનોખી તસ્વીર યાત્રા.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

અમદાવાદમાં રહેતા કિન્નરીબેન ભટ્ટ દ્વારા આજે પર્યાવરણ દિવસની અનોખી તસ્વીર યાત્રા.

આજે વિશ્વ પર્યાવરણ દિવસ. અમદાવાદમાં રહેતા કિન્નરીબેન ભટ્ટ દ્વારા આજે પર્યાવરણ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. હાથીજણમાં આવેલા તેમના મકાનમાં જ્યારે તેમણે મકાન ખરીદ્યું, તે ડિઝાઇનના પ્રથમ દિવસ નો ફોટો કેવો હતો.

અને પાંચ વર્ષમાં એ જ મકાનમાં કેવા પ્રકારની લીલોતરી કરવામાં આવી છે. આ ઘરમાં કરવામાં આવેલી વૃક્ષોની માવજત પાછળ પણ એક અનોખો પર્યાવરણ પ્રેમ રહેલો છે.

આ ઘટાદાર વૃક્ષોની અંદર અંદાજે ખિસકોલી ચકલી બુલબુલ અને દેવ ચકલીનાં માળા આ વૃક્ષોની અંદર આવેલા છે. તદઉપરાંત આ વેલ અને વૃક્ષોના કારણે ઘરની અંદર બહાર કરતાં ઓછામાં ઓછું ત્રણથી ચાર ડિગ્રી તાપમાન ઠંડુ રહે છે. વળી બહાર ૪૫ ડિગ્રી ગરમી હોવા છતાં પણ ભર બપોરે 1:00 વાગ્યે પણ બહાર હિંચકા પર આરામથી બેસી શકાય છે.

આવા પ્રકૃતિની માવજત કરનાર કિન્નરીબેન ની ફક્ત 5 વર્ષ પહેલાં અને અત્યારે વૃક્ષોથી આખો બંગલો ઢાંકી દેવા સુધીની તસવીરો અત્રે રજૂ કરવામાં આવી છે.

TejGujarati