વટ સાવિત્રી વ્રતની આ રીતે કરો પૂજા, વધશે પતિની ઉંમર, જીવન બનશે સુખી

ગુજરાત ભારત સમાચાર

હિન્દુ ધર્મમાં વિવાહિત સ્ત્રી ના સૌભાગ્ય, ઘરની શાંતિ, લાંબી ઉંમર અને બાળકોની ખુશી માટે જેઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે તે આખો દિવસ વડના વૃક્ષની પૂજા કરે છે. આ વખતે ૫ જુનના રોજ છે આ વટ સાવિત્રી મનાવવામાં આવી રહી છે.

આવો જાણીએ વ્રત ની પૂજા વિધિ અને વટ સાવિત્રી વ્રત ની પૂજા વિધિ:

સૌભાગ્યવતી મહિલાઓ આ દિવસે સવારે વહેલા ઉઠવું જોઈએ અને સ્નાન કર્યા પછી લાલ અથવા પીળી સાડી પહેરી તૈયાર થવું જોઈએ. હવે પૂજાની બધી વસ્તુઓ વાસના પાત્રમાં વ્યવસ્થિત રીતે ગોઠવી લો. હવે વડના વૃક્ષની નીચે ની જગ્યા સાફ કરી અને એક ચોકી પર સાવિત્રી અને સત્યવાનની મૂર્તિ સ્થાપિત કરો. તે પછી, તેને ફૂલો, રોલી, કલાવા, અક્ષત, દીવો, અગરબત્તી અને સિંદુરથી તેની પૂજા કરો.

આ પછી, તેને લાલ રંગનું વસ્ત્ર અર્પિત કરો.

સાથે ફળો પણ ચડાવો. પછી તમારા વાળ માં વડનું એક પાંદડું ખોસી દો. હવે 5, 11, 21, 151, 108 એટલે કે વિષમ સંખ્યામાં વદના વૃક્ષની ચારેય બાજુ પરિક્રમા કરો. પંડિતજીને આગ્રહ કરો કે તમને વટ સાવિત્રી વ્રત કથાનો પાઠ કરાવે.

વટ સાવિત્રી વ્રત નું મહત્વ મહિલાઓ સૌભાગ્ય અને સુખ-સમૃદ્ધિ મેળવવા માટે મહિલાઓ ઉપવાસ કરે છે. એવું માનવામાં આવે છે કે પતિ અને બાળકોની આયુષ્ય વધે

છે અને પાપોનો નાશ થાય છે. લોકો પોતાની મનોકામના પૂરી કરવા માટે આ દિવસે ગંગામાં ડૂબકી લગાવે છે.Mihir Acharya

TejGujarati