લીલીછમ ચૂંદડી …મારી ધરતીની …???-બીના પટેલ

સમાચાર

મારા જેવી પ્રકૃતિપ્રેમી વ્યક્તિ તો રોજ પર્યાવરણદિવસ ઉજવે છે ….?આપણા જીવનની સૌથી મોટી બક્ષિસ જો કોઈ છે …તો તે છે આપણી કુદરત….આપણાં જંગલ ,આપણાં નદી ,સરોવર અને સમુંદર ,ડુંગરો ,ખનીજો ,ઋતુઓ …..બીજું કેટલુંય …યાદી બહુજ લાંબી છે …??

કુદરતે આપણને ઘણું આપ્યું છે …હવે આપણો વારો છે …એને એની આપેલી ભેટ એને એવાજ સ્વરૂપમાં પાછી આપવી જોઈએ ને ….!?
પર્યાવરણને કેવી રીતે ચોખ્ખું રાખવું એ આપણને સૌને ખબર છે ….પણ હવે જો આપણે ગંભીર નહીં થઈએ તો શું થશે? એની કદાચ બહુ ઓછાને ખ્યાલ હશે ..!!
આપણે એવું ક્યારેય નહીં ઇચ્છીયે ,કે આપણે ઓક્સિજનના બાટલા લઈને સાથે ફરવું પડે …!!
આપણા નિજસ્વાર્થ માટે પર્યાવરણનું નિકંદન કાઢવાનું બંધ કરીયે અને ધરતીને એની લીલીછમ ચૂંદડી
પાછી આપીને ,એને એક નવોઢાની જેમ શણગારીએ ….??
પર્યાવરણ દિને હરેક વ્યક્તિ એક છોડ રોપીએ ,એને પોતાના પ્રિય વ્યક્તિનું નામ આપીને … એને સાશ્વત સ્નેહજલથી સિંચીએ …અને એને ઉત્તરોત્તર વિકસતું જોઈએ ….અને ….આપણી આવનારી પેઢીના વ્યંગબાણથી બચીયે ….??
-બીના પટેલ ..?
TejGujarati