એમેઝોને હિન્દીમાં સેલર રજીસ્ટ્રેશન અને એકાઉન્ટ મેનેજમેન્ટ સર્વિસિસ લોન્ચ કરી. ભારતની લાખો એમએસએમઇ સામે ભાષાનો અવરોધ દૂર કરીને ઇ-કોમર્સની તકો પ્રાપ્ત કરવામાં મદદરૂપ.

ગુજરાત ભારત સમાચાર

• સેલર સેન્ટ્રલ અને સેલર મોબાઇલ એપ ઉપર હિન્દી લેંગ્વેજ સેલર એક્સપિરિયન્સ ઉપલબ્ધ છે
અમદાવાદ, 04 જૂન, 2020 – ભારતના લાખો ઉદ્યોગસાહસિકો, સુક્ષ્મ નાના અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઇ), સ્થાનિક દુકાનો અને રિટેઇલર્સને ઇ-કોમર્સથી થતાં લાભો પ્રદાન કરવા અને તેમની સામે ભાષાકીય અવરોધોને દૂર કરવાની દિશામાં મોટું પગલું ભરતા એમેઝોને આજે જાહેરાત કરી છે કે સેલર્સ હિન્દી ભાષામાં Amazon.in માર્કેટપ્લેસ ઉપર નોંધણી કરાવી શકશે તથા તેમના ઓનલાઇન બિઝનેસનું સંચાલન કરી શકશે. તેમાં પ્રથમવાર એમેઝોન સેલર તરીકે નોંધણી કરાવવાથી લઇને ઓર્ડર મેનેજ કરવા, ઇનવેન્ટરી મેનેજમેન્ટ અને પર્ફોર્મન્સ મેટ્રિક્સ સહિતની તમામ વિગતો તેમની પસંદગીની ભાષામાં સામેલ છે. આ અનુભવ એમેઝોન સેલર વેબસાઇટની સાથે-સાથે મોબાઇલ એપ ઉપર પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. એમેઝોન પહેલેથી જ સેલર સપોર્ટ સર્વિસિસ પ્રદાન કરે છે અને તેણે હિન્દીમાં સેલર યુનિવર્સિટી વિડિયો અને ટ્યુટોરિયલ્સ પણ લોન્ચ કર્યાં છે.

ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ, છત્તિસગઢ, ઝારખંડ, તેલંગાણા, હિમાચલ પ્રદેશના ટિયર 1, 2 અને 3 શહેરોના હજારો એમેઝોન સેલર્સે છ મહિનાના ટેસ્ટિંગ તબક્કામાં તેમના એકાઉન્ટ્સના સંચાલન માટે હિન્દીનો અનુભવ પ્રાપ્ત કર્યો છે. આ ટેસ્ટિંગના તબક્કામાં બિહારના દરભંગા, રાજસ્થાનના બાડમેર, ઉત્તર પ્રદેશના માહોબા, આસામના હૈલાકન્ડી અને પશ્ચિમ બંગાળના વર્ધમાન જેવાં માર્કેટ્સમાંથી પ્રથમવાર સેલર્સે એમેઝોન માર્કેટપ્લેસ ઉપર સાઇન અપ કર્યું હતું.

એમેઝોન ઇન્ડિયામાં એમએસએમઇ એમ્પાવરમેન્ટ અને સેલર એક્સપિરિયન્સના વડા પ્રણવ ભસિને જણાવ્યું હતું કે, “પહેલા દિવસથી જ અમે દેશમાં કોઇપણ ઉત્સાહી સેલરને સમગ્ર ભારત અને વિશ્વના કોઇપણ દેશમાં ગ્રાહકો સુધી પહોંચવા સક્ષમ બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા કામગીરી નિભાવી છે. ઇકોમર્સ દ્વારા વૃદ્ધિ સાધવા અમે ભારતીય એમએસએમઇને વધુ સક્ષમ બનાવવા ઉપર કામ કરી રહ્યાં છીએ ત્યારે અમે સ્થાનિક ભાષામાં અવાજ અને વિડિયો આધારિત પહેલ માટે અમારા પ્રયાસો વધારી રહ્યાં છીએ. સેલર્સ માટે હિન્દી ભાષામાં નોંધણી અને એકાઉન્ટ મેનેજમેન્ટનો અનુભવ રજૂ કરતાં આ દિશામાં અમારું પ્રથમ પગલું છે.” તેમણે ઉમેર્યું હતું કે, “આજના સમયમાં આ વધુ મહત્વપૂર્ણ છે કારણકે કોવિડ-19 મહામારીની અસરમાંથી બિઝનેસ બહાર આવી રરહ્યાં છે અને વૃદ્ધિ માટે નવી તકો શોધી રહ્યાં છે.”

એમેઝોન સેલર વેબસાઇટ અને સેલર મોબાઇલ એપ ઉપર થોડાં સરળ સ્ટેપ દ્વારા એમેઝોન સેલર્સ તેમની પસંદગીની ભાષામાં બદલાવ કરી શકે છે. ડેસ્કટોપ દ્વારા નોંધણી કરાવતા સેલર્સ દરેક પેજની ઉપર જમણી બાજૂએ લેંગ્વેજ ડ્રોપ-ડાઉન દ્વારા પસંદગીની ભાષા બદલી શકે છે. સેલર એપ ઉપર નોંધણી કરાવતી વખતે નીચેની બાજૂએ ડાબે લેંગ્વેજ ડ્રોપ-ડાઉન અને એપ સેટિંગ્સ મેનૂ દ્વારા ભાષા બદલી શકાય છે. એકવાર ભાષા બદલાઇ ગયાં પછી સેલર્સ તમામ પેજ અને વર્કફ્લો હિન્દીમાં જોઇ શકે છે.

એમેઝોન ઇન્ડિયા છેલ્લાં કેટલાંક વર્ષોથી સ્થાનિક ભાષા, અવાજ અને વિડિયો આધારિત પહેલ દ્વારા ગ્રાહક અને બિઝનેસ બંન્ને માટે ઇ-કોમર્સની તકો વિસ્તારવા નવીન માર્ગો અપનાવી રહ્યું છે. એમેઝોન પ્રાઇમ વિડિયો અંગ્રેજી ભાષા ઉપરાંત હિન્દી, અંગ્રેજી, મરાઠી, તમિળ, મલ્યાલમ, ગુજરાતી, તેલુગુ, કન્નડ, પંજાબી અને બંગાળીમાં ટાઇટલ્સ ઉપલબ્ધ કરાવે છે. યુઝર્સ અંગ્રેજીની સાથે-સાથે હિન્દી, તમિળ અને તેલુગુમાં પ્રાઇમ વિડિયો એક્સપિરિયન્સ પ્રાપ્ત કરી શકે છે. લેખકો કિન્ડલ ડાયરેક્ટ પબ્લિશિંગ ઉપર તેમની કામગીરી અંગ્રેજી ઉપરાંત પાંચ ભારતીય ભાષાઓ હિન્દી, તમિળ, મલ્યાલમ, મરાઠી અને ગુજરાતી ભાષામાં સ્વયં-પ્રકાશિત કરી શકે છે. ક્લાઉડ આધારિત વોઇસ સર્વિસ એમેઝોન એલેક્સા સ્માર્ટ સ્પીકર્સની ઇકો રેન્જને બળ આપે છે તથા તે પણ હિન્દી, મરાઠી, ગુજરાતી, કન્નડ, બંગાળી, તમિળ, તેલુગુ વગેરે ભાષાઓને સમજે છે. હિન્દીમાં એલેક્સાના લોન્ચ સાથે ગ્રાહકો અંગ્રેજી ઉપરાંત હિન્દી અથવા હિંગ્લીશમાં એલેક્સાને પ્રશ્ન કરી શકે છે અને વાત કરી શકે છે. આ વર્ષે માર્ચમાં એલેક્સા એન્ડ્રોઇડ ડિવાઇસિસ માટે એમેઝોન શોપિંગ એપ ઉપર પણ ઉપલબ્ધ બન્યું છે, જેથી યુઝર્સને વોઇસ દ્વારા ચીજોની ખરીદી કરવામાં મદદ મળી રહે.

Amazon.in ઉપર ગ્રાહકો શોપિંગ કરવામાં હિન્દીને પસંદગીની ભાષા બનાવી શકે છે. તેઓ અંગ્રેજી, હિન્દી, કન્નડ, તેલુગુ અને તમિળ એમ પાંચ ભારતીય ભાષાઓમાં એમેઝોન કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ સાથે વાત કરી શકે છે. આજ પ્રકારે એમેઝોનના 6 લાખથી વધુ સેલર્સ પાંચ ભારતીય ભાષાઓમાં સેલર સપોર્ટ સર્વિસિસનો લાભ લઇ શકે છે. હકીકતમાં સેલર સપોર્ટ લોન્ચ થયાના પ્રથમ બે સપ્તાહમાં 50 ટકાથી વધુ કોલ હિન્દી બોલતા સેલર્સ તરફથી આવ્યાં હતાં. વધુમાં સેલર યુનિવર્સિટીની પાંચ ભાષામાં 700 વિડિયોની લાઇબ્રેરી વર્તમાન અને નવા સેલર્સને નોંધણી, સંચાલન અને બિઝનેસની નફાકારકતા વધારવામાં સહયોગ કરે છે. હિન્દીમાં સેલર એક્સપિરિયન્સના લોન્ચ સાથે દેશભરની લાખો એસએમબી અને એમએસએમઇ એમેઝોન ઇન્ડિયા માર્કેટપ્લેસ ઉપર હિન્દીમાં નોંધણી અને તેમના બિઝનેસના સંચાલનમાં સરળતા અનુભવી શકશે.

TejGujarati