20 અમેરિકન ડોલરની ફાટેલી નોટ બદલીને બીજી આપવાની વાતના ઝગડામાં આખ્ખુ અમેરિકા સળગી રહ્યું છે ? – હિતેશ રાયચુરા.

ગુજરાત ભારત સમાચાર

? પૈસાની રકઝક ન કરવાનો સ્વભાવ કેળવો

? *”હેય મેન ગીવ મી સિગ્રેટ્સ ઓફ 20 બક્સ.” (અરે ભાઈ મને ૨૦ રૂપિયાની સિગારેટ આપો.) દુકાનદારને ૨૦ ડોલર આપી જ્યોર્જ નામના અમેરિકન બ્લેક (નિગ્રો) એ ઓર્ડર કર્યો.*

? *”ટેક ધીસ, એન્ડ ચેન્જ ધીસ નોટ.” (આ લ્યો અને આ ૨૦ની નોટ બીજી આપો એમ દુકાનદારે કહ્યું.)*

? *પણ જ્યોર્જ ભાઈ કાંઈ સાંભળ્યા વગર તુમાખીથી સિગારેટ લઈને બહાર ચાલ્યા ગયા. એટલે દુકાનદાર ગુસ્સામાં એની પાછળ ગયો. પેલા એ પણ ધરાર નોટ ન બદલી આપી અને ન તો સિગારેટ પાછી આપી એટલે ઘોળીયા એ પોલીસને ફોન કર્યો.*

? *તરત પોલીસ આવી, જ્યોર્જ ને ગાડીમાંથી બહાર કાઢી રસ્તા પર ઊંધો સુવડાવી દીધો અને એના ગળા ઉપર જોરથી ઘૂંટણ દબાવી રાખ્યું.*

? *પેલો ૬ – ૭ મિનિટ તરફડતો રહ્યો અને બોલતો રહ્યો કે મારાથી શ્વાસ નથી લેવાતો, તોયે પોલીસને ખ્યાલ ન આવ્યો કે દયા ન આવી કે આને કંઈક થઈ જશે. અંતે જ્યોર્જ ભાઈનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું.*

? *૨૦ ડોલરના ચક્કરમાં જ્યોર્જ અમૂલ્ય જીવ ગુમાવી બેઠો.*

*ખલાસ ! ! !*

? *મિનિયા પોલીસ, મીનેસોટામાં બનેલા આ બનાવ બાદ તો આખા અમેરિકાના ૪૦ શહેરોમાં પોલીસ વિરુદ્ધ દેખાવો અને તોફાન શરૂ થઈ ગયા. કેટલીય ગાડીઓ ને વસ્તુઓને આગ ચાંપવામાં આવી અને ૫ પોલીસ કર્મી મૃત્યુ પામ્યા. ૧૭ શહેર માં તો કરફ્યુ લગાવવો પડ્યો.*

?‍♂️ *કહેવાય છે કે જે પોલીસથી આ ભૂલ થઈ હતી એના ધર્મ પત્નીએ જ એને છોડી દીધો ને જ્યોર્જના સમર્થનમાં દેખાવ કરવા લાગી.
ખુદ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને વાઈટ હાઉસ છોડીને ભાગવું પડ્યું….*

? *મિત્રો હું ઘણી વખત કહું છું કે આખા વર્ષનું ૨ – ૪ હજાર રૂપિયાનું એક્સ્ટ્રા બજેટ તમારે બનાવી રાખવું અને જ્યાં પણ ૨ – ૫ રૂપિયાની છુટટાની રકઝક થાય ત્યાં એ પૈસાજ છોડી દેવા.*

? *કેમ કે આવેશ બહુ ખરાબ વસ્તુ છે અને ઉતાવળે ક્રોધિત થયેલો પાછળથી ફુરસદથી પસ્તાય છે. જેમ અમેરિકા અત્યારે ભડકે બળી રહ્યું છે.એ પણ ફક્ત ૨૦ ડોલરની બબાલમાં.*

✋ *આમાં કેવું થાય છે કે ૫ – ૧૦ રૂપિયાની રકઝક કરનારો સામાન્ય રીતે નાનો માણસ હોય છે. એટલે એની સામે જીદ કરીને આપણે એનાથી નાના થવાની જરૂર નથી કેમ કે એટલા પૈસાથી આપણને કાંઈ ફરક નથી પડતો. એટલે આમાં જતું કરનારનું કાંઈ જતું નથી પણ પકડી રાખનારનો ક્યારેક જીવ પણ જતો રહે છે.*

? *આવાજ એક કિસ્સામાં એક નારિયેલવાળાને એક મવાલી જેવા દેખાતા દંપતિ એ ૨ નારિયેળ પીને ૧૦૦ ની નોટ મારી સામે આપી.હું પણ ત્યારે ત્યાંજ મારા ધર્મ પત્ની સાથે નારિયેળ પાણી પીતો હતો.*

? *પછી પેલાને દબડાવતા પેલા લબાડ દંપતિ કહે કે અમે ૨૦૦/-ની નોટ જ આપી હતી. હવે પેલો ગરીબ નારીયેલ વારો પણ ગુસ્સામાં આવી ગયો અને વાત વધી જતાં એણે દાતરડું ઉપાડ્યું. પેલા મવાલીને તો આજ જોઈતું હતું, એણે પણ ચાકુ કાઢ્યું. તરત મેં પેલા નારીયેલવાળાને કહ્યું કે ‘એ રૂક જા, ઉસકા ૧૦૦ રૂપિયા મેરે પાસ લે લે.’*

? *મવાલી ખુશી ખુશી ૨ નારિયેળ પીને ઉપરથી ૧૦૦ રૂપિયા લઈને ચાલ્યો ગયો. નારીયેલવારો ભાવ વિભોર થઈ ગયો કે મેં એનું નુકસાન ન થવા દીધું. મને કોકનો જીવ બચાવવાનો આત્મ સંતોષ ફક્ત ૧૦૦ રૂપિયામાં મળ્યો.*

? *કહેવાનું તાત્પર્ય એજ છે કે ક્યારેય કોઈની સાથે છુટ્ટા કે ચિલ્લર પૈસાની રકઝક કરવી નહીં. એ જતા કરવા અને આ બહાને સેવા કરવાનો લાભ ઉઠાવી લેવો – હિતેશ રાયચુરા

TejGujarati