“ગુજરાતી સિંગલ સ્ક્રીન ફિલ્મમા કોરોના ઈફેકટ” – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

ભારત

અગાઉની ફિલ્મ જોવાના કારણે મૃત પામેલા કે તબાહ થઇ ગયેલા પ્રોડયુસરના ફોટાને શ્રધ્ધાંજલી સાથે ટાઈટલની શરૂઆત થાય છે..

દ્રશ્ય. 1(મેળો)સિનિયર સિટિઝન હીરો અને ઓવરવેટેડ હિરોઈનની આંખ મળે છે. દયાળુ સરકારે સોશ્યલ ડિસ્ટન્સ સાથે મેળાની છુટ આપી છે.. ગીત..

“તમે કયા રે ઝોનના ગોરી રાજ..” ગીત દ્વારા સરનામાની આપ-લે થાય છે..

દ્રશ્ય. ર

શોસ્યલ ડિસ્ટન્સ ની ઐસીતૈસી કરીને હિરો હિરોઈન પોતપોતાના ઝોનમા વધતા જતા કોરોનાની ચિંતા કરતા એક ઝાડ નીચૈ બેસીને વાતો કરે છે

દ્રશ્ય. 3

ત્યાં જાડી હિરોઈનને એક તરફી પ્રેમ કરતો વિલન પોતાના મોંધો માસ્કને ઠીક કરતો આવી પહોંચે છે અને તૂર્ત જ આપણા હિરોને.. હટ્ હાળા લાલ ઝોનિયા.. કહીને ભાંડે છે અને હિરોને આ મહેણું હાડોહાડ લાગે છે.. બંને દો ગજની દુરી બનાવીને યૃધ્ધ કરે છે આ દરમિયાન હિરોનો સસ્તો માસ્ક ધૂળભેગો થઇ જાય છે..

દ્રશ્ય. 4

અત્યાર સુધી અવાજના પ્રેમ પડેલી હિરોઇન હવે હિરોના ચહેરાના પ્રેમમાં પડે છે. પણ વધુ વાર ચહેરો ખુલો રાખવો હિતાવહ ન હોવાથી હિરોઈન પોતાની સાડીનો છેડો ફાડી હિરોનુ મ્હો અને નાક ઢાકી દે છે..

દ્રશ્ય. 5. આપણી જાડી હિરોઈન ઘરે પહોંચે એ પહેલા વિલન હિરોઈનના બાપને બધી વાતથી માહિતગાર કરી દે છે.

દ્રશ્ય. 6. હિરોઈન પોતાના બાપને નિર્ભિક રીતે જણાવી દે છે”.. પરણીશ તો લાલ ઝોન વાળાને.. બીજા બધા મારા દિયર જેઠને સસરા…” પ્રીકોશનના કારણે અને વિલનના દૂષ્પેરણથી હિરોઈનને 14 દિવસ કોરોન્ટાઈન મા રાખવામા આવે છે..

દ્રશ્ય. 7 આ બાજુ વિરહના કારણે હિરોઈન સંક્રમિત થાય છે.. વિલનના બાપા મોટા દાણચોર હોય છે. ગમે તેમ સેટિંગ કરી. વિલનના સુખી જીવન માટે એક વેન્ટિલેટર ની વ્યવસ્થા કરે છે..

દ્રશ્ય. 8 વેન્ટિલેટર બરાબર કામ નથી કરી રહ્યુ આપણી હિરોઈન ના શ્વાસ ઊંચા થઇ ગયા છે. (ગીત..)

“ઢીલુ રે પડ્યુ રૈ ધમણ ધીમુ રે પડ્યુ.. મારા ફેફસા ફાટેને ધમણ ઢીલુ રે પડ્યુ..”

દ્રશ્ય. 9. આપણો હિરો બધાય રસ્તાઓને ઓળંગી મારતા ઘોડે હિરોઈનના આગણે પહોંચે છે.. અને હિરોઈન પોતાનુ ગીત પૂરુ કરે છે.

દ્રશ્ય 10. હિરો અને હિરોઈનના બાપ વચ્ચે સંવાદો

બાપ:તમે લાલ ઝોન વાળા તમારી ઓખાતમા રહો

પાંચ રુપિયાના માસ્ક મા પણ થિગડું ચોડી ફરનારાઓ એન95 મા નાક ઘુસેડવૂ છે.. અરૈ તારી મહિનાની જૈ કમાણી છે એટલા રુપિયા ના સેનિટાઈઝરથી મારી દિકરી એક દિવસમાં હાથ ધુવે છે..

હિરો પણ પોતાના ખરડાના ખાનદાનીનો વાસ્તો આપૈ છે

દ્રશ્ય. 11.. આ બાજુ હિરોઈનની હાલત ગંભીર થઈ જાય છે. હિરો ઈમોશનલ થાય છે હિરોઈન નો બાપ વધારે ઈમોશનલ થાય છે.. બાપ એક કંડિશન મુકે છે આ વેન્ટિલેટર ને રિપેર અને અપડેટ કરતા શીખ પછી મારી દિકરી આપુ..

* જાગને જાડી જાગ.. “એવુ ગીત ફાસ્ટ ફોરવડ મા ગાઈને હિરો ટેકનીકલ લાઇન પકડવા શહેર મા જાય છે

દ્શ્ય૧૨.. ત્યા થોડા ક જ વખતમા એ વેન્ટિલેટર ને એસેમ્બલ કરતા શીખી જાય છે.. ત્યાની એક ઈન્સ્ટ્રકટર એના પ્રત્યે આકર્ષાય છે. આપણા હિરોને પણ એ ગમી જાય છે..

દ્રશ્ય 13.આ બાજુ બેસબ્ર બનેલો વિલન એક એમ્બ્યુલન્સ મા વેન્ટિલેટર સહિત હિરોઈન નુ અપહરણ કરે છે આપણો હિરો અને એની ઈન્સ્ટ્રકટરને રસ્તામાં એમ્બ્યુલન્સ નો ભેટો થાય છે. ફરી બે ગજની દુરી સાથે ધીંગાણું થાય છે. વિલન ભાગતા ભાગતા પોતાનો માસ્ક અને ગ્લોવઝ છૂટા ફેંકે છે પેલી ઈન્સ્ટ્રકટર વચ્ચૈ આવી જાય છે અને સંક્રમિત થાય છે..

દ્રશ્ય. 14..કેમેરા zoom out થાય છે વેન્ટિલેટર ઉપર હવે પેલી ઈન્સ્ટ્રકટર છે ધમણ અને આપણી જાડી હિરોઇન સાજા થઇ ગયા છે. પેલી ઈન્સ્ટ્રકટર હિરો હિરોઇન ના હસ્ત મેળાપ કરાવે છે અચાનક ધમણ બંધ થાય છે અને પેલી ઇન્સ્ટ્રક્ટર ના શ્વાસ પણ.. અને કરુણ સંગીત સાથે ધ એન્ડ થાય છે

ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા

TejGujarati