વિશ્વ સાયકલ દિવસ – મિતલ ખેતાણી.

સમાચાર

વજન ઘટાડવા થી માંડીને શરીર બંધારણ સુધારવા તથા આકર્ષક દેખાવ માટે સાઈકલિંગ કરવું ખૂબ જરૂરી છે.

સાઇકલ ચલાવવાથી પેટની ચરબી દૂર થાય છે અને કસરતની સાથે સાથે રોજબરોજના કામકાજ પણ પૂરા થઈ શકે છે. રોજ સાયકલ ચલાવવાથી હૃદયના ધબકારા વધે તેના લીધે શરીરમાં લોહીનું પરિભ્રમણ વધશે, તેનાથી હૃદયરોગને લગતી બીમારીઓથી બચી શકાશે. સાયકલ ચલાવવાથી પગના હાડકાના સાંધા મજબૂત થાય છે અને ગોઠણ કે સ્નાયુઓને લગતી તકલીફ ઓછી થાય છે. કેટલાય સંશોધનમાં એવું જોવા મળ્યું છે કે સાયકલ ચલાવવાથી શરીરમાં કેલરી તથા ફેટસ ઓછા કરવામાં મદદ થાય છે અને શરીર સ્લિમ અને સારૂ રહે છે. સાયકલ ચલાવવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે તથા શરીરની સંચય શક્તિ સારી બને છે. સ્વસ્થ રહેવા માટે રોજ સાયકલ ચલાવવી તે વજન ઘટાડવા માટે પણ મદદરૂપ બને છે અને ડિપ્રેશન, ટેન્શન તથા ચિંતાને પણ હળવી બનાવે છે. સાયકલ ચલાવવાથી સીરોટીનીન, ડોપામાઈન અને ફેનીલાઈથીલામીન જેવા રસાયણો મગજમાં વધે છે જેથી હળવાફૂલ બનો ચિંતામુક્ત રહી શકાય છે.

ડાયાબીટીસના દર્દીઓએ સાયકલ ચલાવતા પહેલા ખૂબ પાણી પીવું. ટાઈપ-૧ ડાયાબિટીસ વાળા રોગીઓએ જો સતત એક કલાક સુધી સાયકલ ચલાવવી હોય તો તેમણે કાર્બોહાઈડ્રેટ યુક્ત આહાર લેવો જોઈએ. સાયકલ ચલાવવાથી પ્રદૂષણ પણ ઘટે છે.આર્થિક ફાયદો થાય છે. પેટ્રોલ/ડીઝલ/ગેસનો વપરાશ પણ ઘટવાથી દેશનું કિંમતી હુંડીયામણ પણ બચે છે.

-મિતલ ખેતાણી (મો.૯૮૨૪૨ ૨૧૯૯૯)

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •