સાવજ એટલે કૃષ્ણની એક અદ્ભુત વિભૂતિ… સાકાર સાક્ષાત નરસિંહ ભગવાનનો અવતાર. – ડૉ શ્વેતલ દિલીપકુમાર ભાવસાર.

સમાચાર

સાવજ એટલે કૃષ્ણની એક અદ્ભુત વિભૂતિ…
સાકાર સાક્ષાત નરસિંહ ભગવાનનો અવતાર…

સાવજ એટલે આપણા જંગલનો એ મહારાજા…
સાવજ એટલે કુદરતની સલ્તનતનો તારણહાર…

સાવજ ઘટે તો જગમાં હરણાં જ આડેધડ વધે…
સાવજ ઘટે તો હજારો ભૂંડ ઊભા પાકને બગાડે…

સાવજ એટલે ખેડૂતનો એક માત્ર સાચો મિત્ર…
સાવજ એટલે આપણી સૌ પ્રજાનો અન્નદાતા…

સાવજ જાતે શિકાર કરે એ છે એની પ્રકૃતિ…
એને મરઘા બકરા નાખવા એ માનવની વિકૃતિ…

અવતર્યો છે નર એ જગનું સમતુલન જાળવવા…
નથી અવતર્યો ફેંકેલા ને સડેલા મૃતદેહો ચૂંથવા…

એને કરો વંદન સદા અને જાળવો એનું બહુમાન…
એ છે આ ગાંડીગીરના જંગલની મોટી શાન…

બસ કરો હવે આ જંગલને જંગલ જ રહેવા દો…
ચારે તરફથી થતાં માનવ આક્રમણો ને હવે ટાળો…

ન ખોદશો કોઈ જમીન, ન ઢાળ એના કાપશો…
એ ઘર છે જીવ હજારોનું તમે એમાં ના જશો…

જંગલને વધવા દો નવા વૃક્ષો ત્યાં રોજ વાવજો…
જંગલ છે આહારકડી એમાં ખેતરો ન બનાવશો…

જમીન નીચેના બધા જળ ખેંચી તમે ના કાઢશો…
આ માણસને એક છેલ્લી ચેતવણી ભગવાનની…

જો કુદરત રૂઠશે તો કંઈક વિષાણુ નવા ફૂટશે…
અને નિયમની વિરુધ્ધ જતી માનવજાત ડૂબશે…

કાવ્ય : ડૉ શ્વેતલ દિલીપકુમાર ભાવસાર
ચિત્ર : ડૉ શ્વેતલ દિલીપકુમાર ભાવસાર

શબ્દ વૈષ્ણવ
શબ્દ સંયોજન

TejGujarati