? ડૉ. બાબાસાહેબ આંબેડકર ? અદ્વિતીય સેનાપતિ, અણનમ યોદ્ધા : ભાગ 14. – ક્રમશઃ ?️ દેવેન્દ્ર કુમાર.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

દેશમાં પરતંત્રતાની બેડીઓ તોડીને સ્વતંત્રતાનાં શ્વાસ લેવાની લડતે વેગ પકડ્યો હતો. સ્વતંત્રતા સંગ્રામ માં હિસ્સો લઈને દેશ માટે બલિદાન આપવા અસ્પૃશ્યો માં પણ ઉત્સાહ અને ઉમંગ જોઈ શકાતાં હતાં. ગાંધીજી આ લડતનાં અઘોષિત સ્વરૂપે સર્વસ્વીકૃત નેતા હતાં.

રાજકીય સ્થિતિ એવી બનતી જતી હતી કે સ્વતંત્રતા સંગ્રામ નું શિર્ષસ્થ નેતૃત્વ દેશને જાતિવાદી ગુલામી, અમાનવીય વ્યવહાર, અસ્પૃશ્યતા જેવાં લાંછન થી સ્વતંત્ર કરવા પ્રવૃત્ત થવાનું હતું. આ નવાં જ સ્વતંત્રતા જંગમાં ઉતરતા ગાંધીજી નો અભિગમ કેવો હતો એ જોયું. ગાંધીજીનાં ભારત આગમન પહેલાં થી જ એક નેતા જાતિવાદી ભેદભાવ ને દૂર કરવા નાં પ્રયાસો કરવામાં લાગેલાં હતાં અને તે હતાં વિનાયક દામોદર સાવરકર. દબાયેલા, કચડાયેલા, અસ્પૃશ્ય વર્ગોને હિંદુ સમાજમાં સન્માનજનક સ્થાન મળે તે માટે વીર સાવરકર નાં વિચારો, નીતિ, રીતિ, પદ્ધતિ અને માન્યતાઓ તથા અભિગમ કેવાં હતાં ?

વિનાયક દામોદર સાવરકર :

વીર સાવરકર નું વલણ અને વિચાર રાષ્ટ્રવાદી, વાસ્તવિક અને ક્રાંતિકારી લાગે તેવાં હતાં. વીર સાવરકર પોતાનાં વિચારો ને ક્રિયાન્વિત કરવા માટે દ્રઢ હતાં. તેમનો હેતુ હિંદુઓ જે જુદી જુદી જાતિઓમાં વિભાજીત હતાં તે તમામ હિંદુઓની એક્તા કરી હિંદુ સમાજ નું જાતિ વિહોણા હિંદુ સમાજમાં પરિવર્તિત કરવાનો હતો. વીર સાવરકર એવાં જાતિ વિહિન હિંદુ સમાજની રચના નો હેતુ ધરાવતા હતાં જેમાં પ્રત્યેક હિંદુ સામાજિક, આર્થિક, રાજકીય રીતે સમાન અધિકાર ધરાવતાં હોય. દરેક નાં માત્ર સમાનતા નાં અધિકારી હોય પરંતુ સમાન અધિકાર ભોગવતાં હોય.

હિંદુઓની સમાનતાથી વજ્ર સમાન રચાયેલી એકતા અને પ્રચંડ એકત્વ નાં પાયા ઉપર એક અપરાજેય શક્તિશાળી રાષ્ટ્રનું સર્જન કરવાની નેમ વીર સાવરકર ની હતી. રત્નાગીરી જિલ્લામાં તેમણે આંદામાન નિકોબાર ની કાળાપાણીની સજા પહેલાં થી જ આ કાર્યની શરૂઆત કરી હતી.

દુર્ભાગ્યવશ જેલવાસ થી છુટ્યા બાદ વીર સાવરકર રત્નાગીરી જિલ્લામાં નજરકેદ હોવાથી તેમનાં આ ક્રાંતિકારી વિચારો, તેનાં વિધાયક પાસાંઓ અને સકારાત્મક અસરો તથા તેમનાં આંદોલનની અસર અન્ય જિલ્લાઓમાં નાં પ્રગતિશીલ અને વાસ્તવદર્શી વિચારો ધરાવતાં લોકો સુધી પહોંચી શક્યા નહીં. પરિણામસ્વરૂપ વીર સાવરકર નાં ક્રાંતિકારી પ્રયાસોનો વ્યાપ રત્નાગીરી જેવાં એક જિલ્લા સુધી જ મર્યાદિત રહી ગયો.

ગાંધીજી અને સાવરકર નાં દબાયેલા, કચડાયેલા, અસ્પૃશ્ય વર્ગોના ઉત્કર્ષ માટે નાં વિચારોમાં ભિન્નતા જોવા મળે છે. જ્યાં ગાંધીજી નાં વિચારો સહાનુભૂતિથી પ્રેરિત અને ઉપકારક હોવાનો ભાવ ધરાવતા હતાં જ્યારે વિનાયક દામોદર સાવરકર નાં વિચારો વાસ્તવિકતા ની ધરતી પર ઊભા હતાં. જ્યાં ગાંધીજી પોતાનાં રૂઢિચુસ્ત મુડીપતિઓની લાગણીઓ નાં ઘવાય, ઠેસ ન પહોંચે એની તકેદારી રાખતાં દેખાય છે જ્યારે વિનાયક દામોદર સાવરકર કોઈની સાડાબારી નહીં રાખવાનો મત ધરાવે છે. સદીઓથી પોતાની જાતિને કારણે જ ઉપેક્ષા પામવાં, અપમાનિત થવા, અમાનવીય વ્યવહાર સહન કરવાં, પશુ કરતાં બદતર હાલતમાં અસ્પૃશ્ય બનીને જીવવા છતાં હિંદુ બનીને રહ્યા તેવાં વર્ગોના ધર્માંતરણ પ્રત્યે ગાંધીજીએ ચુપકીદી સાધી બેઠાં છે, જાતિ વ્યવસ્થા નાં પરમ સમર્થક બની ને બેઠા છે જ્યારે વિનાયક દામોદર સાવરકર સામાજિક, આર્થિક, રાજકીય સમાનતા નાં પાયા ઉપર જાતિ વિહિન હિંદુ સમાજની રચના કરવાની નેમ ધરાવે છે.

ભારતીય રાજનીતિમાં એક ત્રીજું મજબૂત વ્યક્તિત્વ પણ હતું અને તે એટલે ડૉ. ભીમરાવ આંબેડકર. ડૉ. ભીમરાવ આંબેડકર સમાજશાસ્ત્રી છે, અર્થશાસ્ત્રી છે, કાયદાશાસ્ત્રી છે. આ જોતાં ડૉ. આંબેડકર સાવ જુદી જ માટીથી ઘડાયેલા હતાં. જાતિવાદી ભેદભાવ, અમાનવીય વર્તન, અપમાનિત વ્યવસ્થા તથા પશુથી બદતર એવી અસ્પૃશ્યતા નાં મહા ભોરિંગ ને નાથવા માટે ડૉ. આંબેડકર નાં વિચારો શું હતાં ? તેમનો દ્રષ્ટિકોણ કેવો હતો ?

TejGujarati