માનવતા મરી પરવારી! ગર્ભવતી હાથણી ને ખવડાવી દીધું ફટાકડા ભરેલું અનાનાસ, અને પછી..

સમાચાર

ઉત્તર કેરળ (North Kerala)ના મલ્લપુરમ જિલ્લામાંથી માનવતાને શર્મ માં મૂકે એવી ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે.

અહીં કેટલાક લોકો મળીને એક ગર્ભવતી હાથણી (Pregnant Elephant)ને વિસ્ફોટક ભરેલું અનાનાસ (Pineapple) ખવડાવી દીધું, જેના કારણે તેની સ્થિતિ એવી ખરાબ થઈ ગઈ, કે તે મરવા માટે નદીમાં જઈને ઉભી રહી ગઈ. આ મામલો ગત ગુરુવારનો છે. જેમાં ગંભીર રીતે ઘાયલ હાથણીનું ગત શનિવારે મોત થઈ ગયું.

જાનવર ખૂબ જલ્દી મનુષ્ય પર ભરોસો કરી લે છે, પરંતુ એવામાં મનુષ્ય તેની સાથે શું કરે છે. આ ઘટનાએ જાનવરોની સુરક્ષા પર પ્રશ્ન ચિન્હ લગાવી દીધો છે.

ગર્ભવતી હાથણી ખાવાની શોધમાં આવી હતી. શહેર તરફ મૂળે, આ હાથણી ખાવાની શોધમાં ભટકતી ભટકતી 25 મેના રોજ જંગલની પાસેના ગામમાં આવી હતી. ગર્ભવતી હોવાના કારણે તેને પોતાના બાળક માટે ખાવાની જરૂર હશે, તે સમયે કેટલાક લોકો તેને અનાનાસ ખવડાવી દીધું. ખાતાની સાથે જ તેના મોં માં વિસ્ફોટ થયો, તેના કારણે તેનું જડબું ખરાબ રીતે ફાટી ગયું અને તેના દાંત પણ તૂટી ગયા. દર્દથી પીડાતી હાથણીને જ્યારે કોઈ સમજમાં ન આવ્યું, તો તે વેલિયાર નદીમાં ઊભી થઈ ગઈ. તે આખો સમય વારંવાર પાણી પીતી રહી.હાથણી ત્રણ દિવસ નદીમાં ઊભી રહી.

હાથણી નું દર્દ એટલું અસહ્ય હતું, કે તે ત્રણ દિવસ નદીમાં ઊભી રહી, અંતે જિંદગીનો જંગ હારતાં તેનું મોત થયું. વન વિભાગના અધિકારી મુજબ તેની ઉંમર 14-15 વર્ષની હતી. અધિકારીઓએ જણાવ્યું કે સમય પર તેને મદદ ન પહોંચાડી શકાઇ. હાથણીની જાણકારી મળતાં વન વિભાગના કર્મચારીઓ તેને રેસ્ક્યુ કરવા પહોંચ્યા. પરંતુ તે પાણીની બહાર આવી જ નહીં, અને શનિવારે તેનું મોત થઈ ગયું.

ફેસબુક પોસ્ટથી ઘટના સામે આવી વન વિભાગના અધિકારી મોહન કૃષ્ણંની પોતાના ફેસબુક પેજ પર પોસ્ટ કરી જણાવ્યું કે આ માદા હાથણી ભોજનની શોધમાં ભટકતા જંગલ ની પાસે આવેલા ગામમાં આવી હતી.

તેઓ પોતાની પોસ્ટમાં લખ્યું કે ઘાયલ થયા બાદ હાથણી એક ગામથી ભાગતી જોવા મળી પરંતુ તેણે કોઈને ઈજા પહોંચાડી નહીં.

મનુષ્ય પર વિશ્વાસ મૂકવાની તેને સજા મળી, તે ભલાઈનું ઉદાહરણ હતી. આ તસવીરોમાં તેનું દર્દ કેદ નથી થયું.

સોર્સ. વાઇરલ

TejGujarati