જય રણછોડ..
બપોરે અશ્કો નોકરીએથી વ્હેલો ઘરે આવી ગયો..નિરાશ લાગતો હતો. કોઈ સાથે બોલ્યા વગર પડખુ ફેરવી સુઈ ગયો. મમ્મી અને ભાભીને લાગ્યુ કે બ્રેકઅપ ફ્રૈકઅપ થયુ હશે. પણ સાંજે પુછયુ કે ખબર પડી કે ભાઇ સાહેબની નોકરી છૂટી ગઇ છે અશોક એક કાર વેચતી કંપનીમાં સેલ્સ એડવાઈઝર હતો.. પપ્પા અને મોટાભાઈ સાંજે થાક્યા પાકયા ઘરૈ આવ્યા ત્યારે, અશોકને પાસે બોલાવ્યો માથે હાથ મુક્યો અને કહયુ “હુ અને તારા મોટોભાઈ હજી બેઠા છીએ કોઈ ચિંતા ન કરીશ..”
ત્રણ દિવસ પછી મોટો પણ નોકરી ગયો એવો તૂર્ત જ પાછો આવ્યો અને ભાભીની સોડમા લપાયને ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડ્યો… મોટો એક ખાનગી વિમાકંપનીમા 12 વર્ષ થી જોબ કરતો હતો..
સાંજે પપ્પા આવ્યા. સૂરેશની રુમમા ગયા. સુરેશ ના ખભે હાથ મુકયો
” જો બેટા ચિંતા નંઈ કરવાની હજી તારો બાપ બેઠો છે..” એ બોલતા હતા.પણ એમનો અવાજ બોદો હતો..
ભાભી અને મમ્મીની આંખોમાં આંસુ હતા.. અશ્કો બાધાની જેમ જોઈ રહ્યો હતો..
હજી માંડ બીજો દિવસ થયો હતો.. 37 વરસ સુધી જે કંપની માટે પપ્પા એ પોતાની જાત ઘસી નાંખી હતી એ માતબર કંપનીએ પપ્પાને ઘર ભેગા કરી નાખ્યા હતા..
મોટા ના લગ્ન પછી પપ્પા એ પીવાનુ છોડી દીધુ હતુ. પણ આજે સાંજે પપ્પા ઘરે આવ્યા ત્યારે ચિક્કાર પિધેલા હતા.
વ્યવહારુ મમ્મી બધી વાતનો તાગ પામી ગઈ હતી
એણે છોકરાની હાજરી અવગણીને પતિના બંને ખભે પોતાના હાથ મુક્યા અને કહયુ..
” તયેય શુ મર્દ જેવા મર્દ થઇ ભાંગી પડો છો. આ મારો કાળિયો ઠાકર બૈઠો છે હજી..”
“બેઠો જ છે.. કયારનોય.. ખુણામા જગ્યા રોકીને..” વહુએ વડિલોની આમન્યા તોડીને કહયૂ.
ઘરના ખુણામા શાસ્ત્રોક્ત વિધિથી સ્થાપિત થયેલા મંદિરમા પ્રાણપ્રતિષ્ઠાથી સંપન્ન થયેલી મૂર્તિ બેશરમ નજરે આ પાંચ જણાને જોઈ રહી હતી…..
