ઉબરે ગુજરાતમાં અમદાવાદ,વડોદરા અને સુરતમાં એરપોર્ટ ટ્રાવેલ સેવાઓ ફરીથી શરૂ કરી.

ગુજરાત ભારત સમાચાર

02 જૂન, 2020 – ઘરેલુ એર ટ્રાવેલની શરૂઆત થયાં બાદ ઉબર ગુજરાતમાં અમદાવાદ,વડોદરા અને સુરતમાં તેની એરપોર્ટ ટ્રાન્સપોર્ટેશન સેવાઓનો પુનઃપ્રારંભ કરી રહી છે. હવેથી રાઇડર્સ સરકારની માર્ગદર્શિકા દ્વારા પ્રાપ્ત પરવાનગી મૂજબ સુરક્ષિત, વિશ્વસનીય અને અનુકૂળ એરપોર્ટ ટ્રાવેલ જરૂરિયાતો માટે ઉબરગો, ઉબર પ્રીમિયર અને ઉબરએક્સએલ સેવાઓનો ઉપયોગ કરી શકશે.

ઉબરમાં ઉત્તર અને પશ્ચિમ ભારતમાં રાઇડશેરિંગ હેડ શિવા શૈલેન્દ્રને જણાવ્યું હતું કે, “અમે ભારતના ઘણાં શહેરોમાં એરપોર્ટ ટ્રાવેલ માટેની સેવાઓ પુનઃશરૂ કરતાં ખુશી અનુભવીએ છીએ. તેનાથી અમારા ડ્રાઇવર્સ માટે કમાણીની તકો પાછી ફરશે તેમજ અમારા ડ્રાઇવર્સ અને રાઇડર્સ માટે ઉચ્ચ સ્વચ્છતા અને સલામતીના ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવા અમે એરપોર્ટ ઓથોરિટી સાથે મળીને સતત કામ કરતાં રહીશું.”

છેલ્લાં કેટલાંક સપ્તાહમાં ઉબરે ગો ઓનલાઇન ચેકલિસ્ટ, રાઇડર્સ અને ડ્રાઇવર્સ બંન્ને માટે ફરજિયાત માસ્ક પોલીસી, ડ્રાઇવર્સ માટે પ્રી-ટ્રીપ માસ્ક વેરિફિકેશન સેલ્ફી, ફરજિયાત ડ્રાઇવર એજ્યુકેશન તથા રાઇડર્સ અને ડ્રાઇવર્સ બંન્નેને સલામતી ન અનુભવાય તો ટ્રીપ કેન્સલ કરવા માટે સુધારેલી કેન્સલેશન પોલીસી સહિતના વ્યાપક સલામતીના પગલાં લોન્ચ કર્યાં છે.

આ પગલાઓ માટે ઉબરે તેના ડ્રાઇવર પાર્ટનર્સને 3 મિલિયનથી વધુ માસ્ક અને ડિસઇન્ફેક્ટન્ટ્સની 2,00,000 બોટલ્સ વિનામૂલ્યે વિતરિત કરી છે.

TejGujarati