વ્યથા—માનવની. – શ્રેયા.

ગુજરાત ભારત સમાચાર

વતનની વાટ પકડી અનેકે રસ્તો ખૂટશે ક્યારે

રોજી રોટી બંધ થઈ ફાંફા રોજના ભાતા માટે

થયા શ્રમિત ડોક્ટર નર્સ અનેક લોકસેવા કાજે

કાળઝાળ ગરમીમાં કર્યું સમર્પણ અંતરથી વંદન આજે

પડ્યો પંજો ક્રૂર કેવો માનવી પર સમયની થપાટ નો.

થયા સંબધો સ્થગિત, રહ્યાં દૂર માનવ -માનવથી

બંધ થયાં સર્વ કામકાજ, રોજગાર આ lockdow ના માર થી.

દારુણ ગરીબી દુઃખ લાચારી ભૂખમરો અને જવાબદારી.

વાટ નિહાળી રહ્યા વહાલાઓ દૂરથી લંબાતી રહી હદ ઇન્તજાર ની.

અંતર તો વધતું જ રહ્યું શ્રીમંત મઘ્યમ ગરીબી રેખા નું

કોણ કોને કેટલી કરે મદદ એક જ મુંઝવણમાં સહુ

દર્દ ઉઠ્યું છે અંતરમાં અનેકને પોતાનાં વહાલાઓને ગુમાવ્યાનું

ના ઝલક જોઈ નાં નજરે પડયો દેહ અંતિમ સમયમાં

શિક્ષણ સંસ્થાઓ થઈ છે બંધ અનિશ્ચિત કાળ માટે

ઘરમાં કેદ થયા બાળકો મનમાં મુંઝવણ સાથે

પારાવાર છે મુશ્કેલી મુંઝારો એકલતા વયસ્કો ને

ક્યારે સહય બનશે આ પીડા શરીર મનની

જરૂર બદલાશે આ દિવસો પણ, હામ હૈયે રાખીએ

આંતર મનને ખોલીએ મિત્રો, વિનંતી છે પ્રભુને..

———-શ્રેયા

TejGujarati