🔔 *કામધેનુ : વિશ્વ દૂધ દિન : ૧ જૂન ! – નિલેશ ધોળકિયા.

સમાચાર

મારા પ્યારા આત્મીય સ્વજન,

માઁ ના દૂધના પોષણ ક્ષમતાની મહત્વતા અને તેની ઉપયોગિતાથી સૌ સુપેરે જાણકાર, જ્ઞાત હોય જ. માઁ નું દૂધ ન લઈ શકાય તેવી સ્થિતિમાં ગાયના દૂધની મહિમા અજોડ ને અનન્ય છે !

સૌ વિચારી જુઓ કે, જે રીતે ગૌહત્યાનો સિલસિલો વધી રહ્યો છે તે કારણે દૂધ અને તેની અન્ય બનાવટોની ખૂબ ખોટ / અછત સર્જાતા વખત નહીં લાગે.

માઁ ના દૂધનો કોઈ વિકલ્પ છે જ નહીં, પ્રવર્તમાન સમકાલીન સંજોગોમાં જે કોઈ વ્યક્તિ, ધર્મ, કોમ, નેતા, રાજકીય પક્ષ રાષ્ટ્રની બુલંદ અખંડિતતા બાનમાં લઈ સામાન્ય પ્રજાજનોમાં વર્ગ વિગ્રહ તથા અસંતોષ અને વિસંવાદિતા સર્જવા કે વધારવા પ્રયત્નશીલ છે તે નિંદનીય છે તેમજ સૌ ભારતીયો માટે આત્મ નિરીક્ષણની બાબત ચોક્કસ છે.

કોઈની પણ ભ્રામક ને ગુમરાહ કરતી દેશ વિરુદ્ધની વિચારધારાનો હાથો બન્યા સિવાય, માનવ જીવન પર અગણિત ઉપકાર કરનાર ગૌમાતાની રક્ષા કરીએ, સંપૂર્ણ આદર કરીએ અને તેને માતા ગણી પૂજા કરતા રહીએ.

પશુવધ કરનાર કસાઈઓ કરતા પણ હલકી અને “(કહેવાતા) પાડોશી(?)દેશોમાં ય પ્રભુનો વાસ છે” તેવું સમજનારા, ભારતમાં અરાજકતા ફેલાવનારા, બદ્દઇરાદા ધરાવતા ગદ્દારોથી સાવધ રહીએ. કોઈના બહેકાવામાં આવ્યા વગર આત્માના અવાજને અનુસરીને ગો-પાલક, માલધારી, ખેડૂત, પશુ-સંવર્ધન સંસ્થાઓ, જીવદયા પ્રેમીઓને રાષ્ટ્ર હિત કાજે પ્રોત્સાહિત કરતા રહીએ તેવી નમ્ર પ્રાર્થના !

ઘણું કહેવું છે પણ આપ સમજદાર છો.

– નિલેશ ધોળકિયા 👍🌹🙏🏻

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •