કોરોના : અમદાવાદ મહાવિનાશના દ્વારે ઊભું છે. – ડૉ. કનૈયાલાલ ભટ્ટ.

સમાચાર

હજીયે વિશ્વની બધી જ યુનિવર્સિટીઓના રીસર્ચ કહે છે કે ભારતમાં જૂન જુલાઈમાં કોરોના એની ચરમસીમાએ પહોંચશે. અને આમ થશે તો વિચારો.._

_ગુજરાતની અને અમદાવાદની શું સ્થિતિ બનશે ? આ ૩૧, મે, ના રોજ ચોથું લોકડાઉન પૂર્ણ થશે, અન્ય દેશોની સરકાર કરતા ભારતીય સરકારે અત્યાર સુધી તો સારું જ કામ કર્યું છે. પણ જ્યાં જ્યાં પ્રજાની સ્વયમ શિસ્તની વાત આવે છે ત્યાં સરકાર પણ બિચારી શું કરે ? સરકાર તો લોકડાઉન રાખે તો ય વિરોધ અને ના રાખે તો ય વિરોધ…._

_કડક અમલ રાખે તો ય વિરોધ ને ઢીલ આપે તો ય વિરોધ… પણ મિત્રો… હવે ભૂમિકા આપણી ખૂદની છે. હવે આપણે ખૂદે સમજવું પડશે_

_જો આવનારા બે મહિનાના મહાવિનાશથી બચવું હોય તો કોરોનાનું સંક્રમણ કોઈપણ સંજોગોમાં અટકાવવું પડે. અને એ માટે એક જ ઉપાય છે તા. ૧ જૂનથી ૩૦ જૂન સુધી સંપૂર્ણ લોકડાઉન. આપણે સૌ સ્વયંભૂ જૂન મહિનો આખો સંપૂર્ણ રીતે ઘરમાં જ રહીએ. અને આમે ય બહાર અત્યારે ગરમી પણ એની ચરમસીમાએ છે. ગરમી અને કોરોના બન્નેથી રક્ષણ મળશે_

_આ મહિનો નાના મોટા વેપારી મિત્રોએ પણ સમજવાની જરૂર છે. સરકારે ભલે છૂટ આપી હોય પણ જો તમે આ મહિનો દુકાન કે શૉરૂમ નહી ખોલો તો કદાચ બે પાંચ લાખનું આર્થિક નુકશાન જશે. એનાથી વધુ કાંઈ થવાનું નથી. પણ જો આ મહિનો દુકાન ખોલી ને એ આખા મહિનામાં કોઈ કોરોનાનો દર્દી આવી ગયો ને તમને સંક્રમિત કરી ગયો તો તમારા થકી તમારા પરિવારના સૌ કોઈને કોરોના લાગશે.._

_આ બે પરિસ્થિતિમાંથી કંઈ સારી ? દુકાન ખોલવી કે ના ખોલવી ? એ તમે જ જાતે નક્કી કરશો. જો જીવતા હોઈશું તો ગમે તેટલું આર્થિક નુકશાન હશે, તેને તો ભરપાઈ કરી લેવાશે પણ જો આપણે જ ના રહ્યા તો ? આવો વિચાર પણ એકાદવાર કરી લેવો. જો એક મહિનો અમદાવાદ સંપૂર્ણ બંધ રહે_

_રસ્તા ઉપર માત્ર પોલીસ અને મેડિકલ સ્ટાફ સિવાય કોઈ નહી હોય તો જુલાઈથી કોરોનાના કેસ ઓછા થતા જશે. અને જુનમાં જેટલા સંક્રમિત હશે તે બધા જ બહાર આવી જશે_

_મિત્રો, બસ આ જુન મહિનો ચલાવી લો…. જીવનની આ સૌથી શ્રેષ્ઠ કસોટી છે એમ સમજીને ઘરમાં જ રહો. આ મહિનો શાકભાજી વિના, કેરી વિના કે નોકરી ધંધા વિના કે ચા પાણી કે પાન માવા વિના ચલાવી લો. આ એક મહિનો પૈસાનો મોહ મનમાંથી કાઢી નાખો. ગમે તેવી છૂટ મળે, દુકાન ખોલવાની જ નહીં, મન મક્કમ કરો, તમે ને તમારો પરિવાર સુરક્ષિત રહેશો. એનાથી વિશેષ બીજું શું જોઈએ ?_

_મિત્રો, આપણે અગાઉના બધા જ લોકડાઉન સરખી રીતે પાળ્યા જ નથી. હવે સ્વયમ રીતે એકદમ કડક રીતે પાળીએ અને પરિવારને, અમદાવાદને, રાજ્યને અને દેશને મહાવિનાશમથી બચાવીએ_

_બાકી આ લોકડાઉનમાં આપવામાં આવેલી છૂટથી મોટાભાગના એવું સમજી બેઠા છે કે હવે બધુ નોર્મલ થઈ ગયું છે. પણ ના, આ છૂટ તો વ્યવસ્થાનો એક ભાગ છે. કોરોનાએ કોઈ છૂટ નથી આપી. તેથી જ આ આવતો એક મહિનો કટોકટીનો રહેશે_

_એક મહિનામાં વારંવાર બહાર જઈ, દુકાન ખોલી, કોરોનાની ઝપટમાં આવી સ્વર્ગવાસ થવું એના કરતા એક મહિનો ઘરવાસ થવું તે વધુ લાભદાયી છે_

_જો કે સત્ય એ પણ છે કે હવે આમાં સરકાર પણ શું કરે ? સરકારે તો પ્રજાનું રોજિંદુ જીવન અટકી ન પડે એટલે છૂટછાટ આપવી પડે પણ આ સ્થિતિને પ્રજાએ સમજવાની જરૂર છે. અને જો પ્રજા સમજતી નથી તો સરકારે કડક થઈને કર્ફ્યું નાખીને પણ પ્રજાને ઘરમાં પુરી સંક્રમણ થતું અટકાવવું જોઈએ. તો જ આ પ્રજાને મહાવિનાશમાંથી બચાવી શકાશે. નહિતર આખું અમદાવાદ અત્યારે મહાવિનાશના દ્વારે ઊભૂં છે. જો ૩૧, મે પછી બધુ ખૂલી ગયું અથવા આટલી જ છૂટ રહી અને પ્રજા ના સમજી તો એકલા અમદાવાદમાં જ મૃત્યુનો આંક ……પહોંચવાની સંભાવનાઓ છે_

લોકોને શહેર છોડીને ભાગવું પડશે. કેમ કે હવે આ જુન મહિનામાં પ્રજા + સરકાર + કોરોના વચ્ચેનું મહાયુદ્ધ ખેલાશે. જો પ્રજા અને સરકાર એક થશે તો જ કોરોનાને હરાવી શકાશે. માટે આ જુન મહિનો સરકારે સૌથી વધુ કડક રીતે લોકડાઉન આપી એનો અમલ કરાવવાની જરૂર છે_

_અને જો સરકાર છૂટ આપે તો પ્રજા અને વેપારીઓએ, નોકરીયાતોએ સ્વયંભૂ સંપૂર્ણ રીતે ઘરમાં રહીને કોરોનાને હરાવવો પડશે. અન્યથા અમદાવાદ અને ગુજરાત ને ભારતમાં મૃત્યુનું તાંડવ નિશ્ચિત છે_

_જો આ જુન મહિનો અત્યંત કડક રીતે કન્ટ્રોલ નહીં કરવામાં આવે તો જુલાઈ – ઓગષ્ટમાં ભારત અમેરિકા કરતા પણ આગળ હશે. અને મૃત્યુનો આંક લાખોની સંખ્યામાં હશે. એવું અત્યારની પરિસ્થિતિ જોતા લાગે છે_

_ કેમ કે હવે બધી જ હોસ્પિટલો ભરાતી જાય છે. ક્યાંય જગ્યા નથી. હવેના દર્દીઓ સારવાર ક્યા લેશે ? જો આ જુન મહિનો બહાર નીકળ્યા તો પછીના મહિનાઓમાં રસ્તાઓ ઉપર, દુકાનોના ઓટલે. પાટિયા ઉપર દર્દીઓ સૂતા હશે_

_તરફડતા હશે. આનાથી વધુ વિચારતા પણ, લખતા પણ કમકમાટી થાય છે એવા દૃશ્યો અત્યારથી દેખાય છે. માટે હે અમદાવાદીઓ…_

_આ એક જુન મહિનો સાચવી લો…. ભીષ્મ પ્રતિજ્ઞા કરો કે કોઈપણ સંજોગોમાં ઘરની બહાર ના જવું. ઈશ્વર તમને અને તમારા પરિવારને ઘરમાં રહેવાની શક્તિ અને સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના_

_ડૉ. કનૈયાલાલ ભટ્ટ_

TejGujarati