અનલોક: 1. – રચના: 4. ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા

સમાચાર

“જો મમ્મી બધી ગેરસમજ કાઢી નાંખ… આપણે જેની અંતિમવિધી કરી એ ખરેખર પપ્પા જ હતા.. એ આશા છોડી દે કે હમણા સિવિલ મા થી ફોન આવશે.. સિવિલ છે છબરડા કરે.. પણ રોજરોજ ના પણ કરે.. શુ કહયુ?
લાવ.. ફોન આપી દે તો…..”
રચના. 5
” મમ્મા.. ખુશખબર. હવે સાડી ઉપર પણ પહેરી શકાય એવી ppe કીટ માર્કેટ મા આવી ગઇ છે..”
” એમ? ક્યા ક્યા કલરમા મળવાની છે.. જો તો?
રચના. 6
“મેમ લિપસ્ટિક લઇ જાવ.. ઘણી વેરાયટી આવી છે..”
” ના ભૈયા હજી કાલે જ મે નવા ડિઝાઈનર માસ્ક લીધા છૈ”
રચના. 7
“મેડમ મોંધીવાળી ફેશિયલ કરી દઉ” લાલચુ બ્યુટિશને કહયૂ..
હા પણ ખાલી કપાળ અને આંખની આસપાસના ભાવ બોલ…
રચના. 8
” સંવેદનશીલ રાજ્ય સરકારનો ખુબ ખુબ આભાર.. સાહૈબ.. એપ્રિલની પંદરમીની આસપાસ સિવિલ મા મારા દાદાએ દમ તોડ્યો હતો. સાત દિવસે એમની લાશ અમારા હાથ મા આવી હતી. ત્યારે ખાલી લાશ જ મળી હતી.. મોબાઈલ જ નહી ચાર્જર સુધ્ધા ગાયબ હતુ.. આજે મારા પિતાએ મોંધી ખાનગી હોસ્પિટલમાં દમ તોડ્યો છે. અમારા જેવા મધ્યમ વર્ગના લૌકો માટૈ આવી હોટલ જૈવી ભવ્ય હોસ્પિટલમાં મરવુ એક સ્વપ્ન સમાન હોય છે. આ વાતનો અમને આનંદ છે આપના વગર આ શક્ય ન બન્યુ હોત.. હુ પૂનઃએકવાર સમગ્ર વહીવટીતંત્રનો આભાર માનુ છુ”
ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા

TejGujarati