કેવડીયા વિસ્તારના આદિવાસીઓ ના ૧૪ ગામોમાં ગેરકાયદેસર રીતે જમીન હડપવા વિરોધમા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના આદિવાસીઓ માટે સોશિયલ મીડિયામાં વૉર, કોંગ્રેસ પણ આવી મેદાનમાં.

સમાચાર

આગામી દિવસોમાં જેલ ભારો કેવડિયા બચાવો હેશટેગ શેર કરી આખા દેશના આદિવાસીઓ આગળ આવી કેવડિયા વિસ્તારના આદિવાસીઓ સાથે ઉભા રહેવા શપથ લેવા આહવાન કર્યું છે.
છોટુ વસાવાના આવો ને પગલે અત્યાર સુધીમાં લગભગ 45 હજારથી વધુ રિટિવટ થયા.
આગામી દિવસોમાં જેલભરો કેવડીયા બચાવો એસ્ટેટ શેર કરી આખા દેશના આદિવાસીઓ આગળ આવી કેવડિયા વિસ્તાર ના નિવાસી સાથે ઊભા રહેવા શપથ લેવા આહવાના.
રાજપીપળા, તા. 30
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના 6 ગામોમાં હાલ સર્વે-ફેન્સિંગ કામગીરી મામલે આદિવાસીઓનો વિરોધ વધ્યો છે. અવારનવાર પોલીસ અને સ્થાનિક આદિવાસીઓ વચ્ચે ઘર્ષણના બનાવો બન્યા જ કરે છે. હવે આ મામલે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારીઓ મીડિયા સમક્ષ કંઈ ન જ બોલવા જણાવી રહ્યા છે. જેને પગલે આ વિસ્તારના આદિવાસીઓને ન્યાય મળે તે માટે સોશિયલ મીડિયામાં વૉર શરૂ થઈ છે.
હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના આદિવાસીઓ ને ન્યાય મળે એ માટે આદીવાસી નેતા ઘડિયાના એમએલએ છોટુભાઈ વસાવાએ સોશિયલ મીડિયામાં સરકાર વિરુદ્ધ વોર છેડી છે. એમણે પોતાના ફેસબુક એકાઉન્ટના માધ્યમથી પોતાના સમર્થકોને ગુજરાત સરકાર અને પોલીસના દમનના વિરોધમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેકટની આડમાં કેવડિયા વિસ્તારના આદિવાસીઓના 14 ગામોમાં ગેરકાયદેસર રીતે જમીનો હડપવાના વિરોધમાં પોતાના ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને વોટ્સએપના માધ્યમથી સ્ટેટ્સ ઓફ ડિસ્પ્લેસમેન્ટ હેશટેગને ટ્રેન્ડ કરવા આહવાન કર્યું છે.
છોટુભાઈ વસાવાના આહવાનને પગલે અત્યાર સુધી લગભગ 45 હજારથી વધુ રી-ટ્વિટ થઈ ચૂક્યા છે, તો બીજી બાજુ ભારતીય ટ્રાયબલ પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજ વસાવાએ પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના સમર્થકોને આહવાન કરતા જણાવ્યું છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના 14 આદિવાસી ગામોમાં આદિવાસીઓનો અવાજ દબાવવામાં આવે છે. આગામી દિવસોમાં જેલ ભારો કેવડિયા બચાવો હેશટેગ શેર કરી આખા દેશના આદિવાસીઓ આગળ આવી કેવડિયા વિસ્તારના આદિવાસીઓ સાથે ઉભા રહેવા શપથ લેવા આહવાન કર્યું છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી મુદ્દે ભાજપ સરકારનો પક્ષ ખેંચી રહી છે, ત્યારે જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નિર્માણ પામ્યું છે એ ગરૂડેશ્વર તાલુકા યુવા ભાજપ પ્રમુખ જિતેશ તડવીએ પણ લોકડાઉનમાં તંત્ર દ્વારા કરાતી કામગીરીનો સખત વિરોધ નોંધાવ્યો હતો.
અત્યાર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના આદિવાસીઓ માટે બીટીપી, બીટીએસ ઇન્ડિજિનસ આર્મી ઓફ ઇન્ડિયા સહિત અન્ય આદિવાસી સંગઠનોએ સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ હવે એ વિરોધમાં કોંગ્રેસ પણ મેદાનમાં આવી છે.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશ વસાવાએ પોતાના ફેસબુક એકાઉન્ટના માધ્યમથી જણાવ્યું હતું કે, લોકડાઉનની કપરી પરિસ્થિતિમાં સરકાર આદિવાસીઓની જમીન હડપી લેવાનું કૃત્ય કરી રહી છે. જ્યાં લોકોને અન્યાય થતો હોય એમનો અવાજ બનવા કોંગ્રેસ પ્રયત્ન કરે જ છે.સરકાર આદિવાસીઓની જમીન હડપી લેવાનો જે પ્રયત્ન કરી રહી છે એની સામે તમામ સમાજ આદિવાસીઓની પડખે આવે એવી મારી અપીલ કરી છે.
તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા

TejGujarati