પ્રાંત સંગઠન મંત્રી શ્રી જયંત કથીરિયાએ, (અમદાવાદ)સમગ્ર ગુજરાતના તમામ કાર્યકર્તાઓને સમજાવ્યું કે ગ્રાહકો કેમ છેતરાય છે અને તેમણે શુ-શુ વાત ધ્યાનમાં રાખવી જોઈએ.
– વેપારીઓ અને સરકાર સામે ગ્રાહકો એ એક જૂથ થવાની જરૂર છે.
– ગ્રાહક અખિલ ભારતીય ગ્રાહક પંચાયત ના લોગો વિશે ઊંડાણ પૂર્વક માહિતી આપી આ માહિતી અને દ્રષ્ટાંત સાંભળી ને તમામ ઉપસ્થિત કાર્યકર્તાઓ ગદગદ થયા.- પ્રવિણચંદ્રભાઈ ના સવાલ નો સચોટ અને સંતોષ કારક જવાબ આપી, ગ્રાહક કેમ, વેપારી અને મોટી બ્રાન્ડ પાસે કેમ છેતરાય છે અને તેમાંથી કેમ ઉપર આવવું તેના વિશે વિશેષ માહિતી આપી…
આ કાર્યક્રમમાં ગુજરાતના દસ શહેરના ૨૪ કાર્યકર્તા ભાઇ- બહેનો ઉપસ્થિત રહ્યા ને પ્રાંતના અધ્યક્ષ શ્રી મધુકરભાઇ પાઠકે સમગ્ર મિટિંગ નું સંચાલન કર્યું. તેમજ ગુજરાત જ્યુડિસિયલ એકેડમીના એકાઉન્ટ ઓફિસર શ્રી આશિષભાઈ રાવલે વિષય પર વાત કરી.
જૂનાગઢ થી પ્રાંત સહ સચિવ શ્રી રાજુભાઇ રાવલ અને કાર્યકર્તાઓ પણ જોડાયા હતા.
Covid-19 ની સાથે જ આપણને વ્યાવહારિક અને સામાજિક કર્યો માટે ડિજિટલ way ખુબજ અસરકારક પુરવાર થાય છે.
*ધર્મેન્દ્ર કાચા(એક્સ આર્મી)*
મહાનગર સંયોજક,
અખિલ ભારતીય ગ્રાહક પંચાયત,
જુનાગઢ મહાનગર કાર્યકર્તા.